ગૌતમ અદાણીએ 1 લાખ કરોડના શૅર ગીરવે મૂક્યા

  • Published By :
  • Published Date : 2022-09-21 17:42:10
  • Views : 786
  • Modified Date : 2022-09-21 17:42:10

ગૌતમ અદાણીએ તાજેતરમાં તેમના ગ્રુપ દ્વારા ખરીદવામાં આવેલી ACC અને અંબૂજા સિમેન્ટના 1 લાખ કરોડના શેર ગીરવે મૂક્યા છે. દુનિયાના બીજા સૌથી અમીર ગૌતમ અદાણી ફરી વાર એક મોટા કામને લઈને ચર્ચામાં આવ્યાં છે. બ્લૂમબર્ગે પોતાના એક રિપોર્ટમાં જાણકારી આપતા જણાવ્યું છે કે ગૌતમ અદાણીએ તાજેતરમાં સમયમાં તેમના ગ્રુપ દ્વારા ખરીદવામાં આવેલી બે કંપનીઓ એસીસી લિમિટેડ અને અંબુજા સિમેન્ટ્સના 1 લાખ કરોડ રૂપિયાના શેર ડોઇશ બેંક એજીની હોંગકોંગની શાખામાં ગીરવે મૂક્યા છે. પોતાના બિઝનેસનો સતત વિસ્તાર કરી રહ્યાં છે અને બિઝનેસ વિસ્તરણના ભાગરુપે ગૌતમ અદાણીએ બે કંપનીઓના શેર ગીરવે મૂક્યા હોવાનું પણ રિપોર્ટમાં કહેવાયું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ડોઇશ બેંક એજીની હોંગકોંગની શાખાએ ભારતીય સ્ટોક એક્સચેન્જોને એક નોટિફિકેશન મોકલ્યું હતું. ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે, એસીસી  લિમિટેડનું લગભગ 57 ટકા શેરહોલ્ડિંગ, અંબુજા સિમેન્ટ્સનો લગભગ 63 ટકા હિસ્સો, જે બે કંપનીઓનો હિસ્સો ધરાવે છે, તે ચોક્કસ ધિરાણકર્તાઓ અને અન્ય નાણાકીય પક્ષો સુધી મર્યાદિત છે. ગૌતમ અદાણીએ ડોઇશ બેંક એજીની હોંગકોંગની શાખામાં બે કંપનીઓના 1 લાખ કરોડના શેર ગીરવે મૂક્યા છે. આ શેર ગૌતમ અદાણીએ એવા સમયે ગીરવે મૂક્યા છે જ્યારે અદાણી ગ્રુપની તમામ કંપનીઓ સતત નવા સેક્ટરમાં એન્ટ્રી કરી રહી છે. તાજેતરના ક્ષેત્રોની વાત કરીએ તો તેમાં સિમેન્ટ, ગ્રીન એનર્જીથી માંડીને મીડિયા સેક્ટરનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન અદાણી ગ્રુપે પોતાની કેટલીક લિસ્ટેડ કંપનીઓમાં ગિરવે મુકાયેલા હિસ્સામાં થોડો ઘટાડો કરવા માટે આ પગલું ભર્યું છે. 

Download Our B K News Today App



Related News