ગૌહર ખાન-જૈદ દરબારની મહેંદી સેરેમની, ઈસ્માઈલ દરબારે ગાયું- 'લૂટ ગયે હમ તેરી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 12:04:09
  • Views : 320
  • Modified Date : 2020-12-25 12:04:09

    ગૌહર ખાન તથા જૈદ દરબાર 25 ડિસેમ્બરના રોજ નિકાહ કરવાના છે. નિકાહ પહેલાં ગૌહર-જૈદની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ સેરેમની મુંબઈ અંધેરી ઈસ્ટમાં ITC ગ્રાન્ડ મરાઠામાં યોજાઈ હતી. સેરેમનીમાં નિકટના પરિવારજનો તથા મિત્રો હાજર રહ્યાં હતાં. સેરેમનીમાં ગૌહર ખાનની બહેન નિગાર ખાન જોવા મળી હતી. બંને મુંબઈમાં ITC મરાઠા લક્ઝરી હોટેલમાં નિકાહ કરશે.મહેંદી સેરેમનીમાં ગૌહર ખાન તથા જૈદ મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં.



    ગૌહર શરારામાં ઘણી જ સુંદર લાગતી હતી. ઈસ્માઈલ દરબારે મહેંદી સેરેમનીમાં ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'નું ગીત 'લૂટ ગયે હમ તેરી મહોબ્બત મૈં' ગાયું હતું.ગૌહર ખાન એક્ટ્રેસ તથા મોડલ છે. જૈદની વાત કરીએ તો તે ઈસ્માઈલ દરબારનો દીકરો છે. તે એક્ટર, ડાન્સર તથા કન્ટેન્ટ ક્રિએટર છે. જૈદ ગૌહર કરતાં 11 વર્ષ નાનો છે. પોતાના રિલેશનશિપને ઑફિશિયલ કર્યા બાદ બંને મિની હોલિડે પર દુબઇ પણ ગયા હતા.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121