ગૌહર ખાને તેની મહેંદી સેરેમનીમાં એ જ ડ્રેસ પહેર્યો જે 4 વર્ષ પહેલાં ભાઈ અસદે ગિફ્ટ કર્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 14:01:32
  • Views : 402
  • Modified Date : 2020-12-25 14:01:32

    ગૌહર ખાન અને જૈદ દરબાર આવતીકાલે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તે પહેલાં લગ્નની બીજી વિધિઓ થઇ રહી છે. ચિકસા પછી ગૌહરે સોશિયલ મીડિયા પર મહેંદી સેરેમનીના ફોટો શેર કર્યા છે. આ સાથે જ તેણે તેના ભાઈ અસદ માટે પણ એક ઈમોશનલ નોટ લખી છે. મહેંદીની સૌથી ખાસ વાત એ હતી કે ગૌહરનો ડ્રેસ, તેના ભાઈ અસદે તેને 4 વર્ષ પહેલાં ગિફ્ટ કર્યો હતો.ગૌહરે ભાઈ અસદ માટે લખ્યું, મહેંદીની રાત આવી. આભાર મારી જાન. મારા ભાઈ અસદ, આ લવલી ગિફ્ટ માટે જે મેં પહેરી છે. જે મને 4 વર્ષ પહેલાં મળી હતી. તમે ભલે લગ્નમાં નથી, પણ તમારો પ્રેમ છે. આ એકદમ ખાસ છે કે તમે તમારી દુઆઓ જે મારા લગ્ન માટે મોકલી છે તેને મેં પહેરી રાખી છે, આ તમારા માટે મારા અસા ભાઈ અને સબરીન.

    ગૌહરે ભાઈ અસદ માટે લખ્યું, મહેંદીની રાત આવી. આભાર મારી જાન. મારા ભાઈ અસદ, આ લવલી ગિફ્ટ માટે જે મેં પહેરી છે. જે મને 4 વર્ષ પહેલાં મળી હતી. તમે ભલે લગ્નમાં નથી, પણ તમારો પ્રેમ છે. આ એકદમ ખાસ છે કે તમે તમારી દુઆઓ જે મારા લગ્ન માટે મોકલી છે તેને મેં પહેરી રાખી છે, આ તમારા માટે મારા અસા ભાઈ અને સબરીન.ગૌહર અને જૈદે કપલ ફોટો શેર કરી લખ્યું હતું, 'જ્યારે મારો અડધો ભાગ તારા અડધા ભાગને મળ્યો અને એક થયો ત્યારે બેટર હાફ બન્યા. અમારા સુંદર પળ. અલહમદુલ્લીલાહ. ગાજા સેલિબ્રેશનનો પહેલો દિવસ, ચિકસા.' ગૌહર અને જૈદની ઉંમરમાં 11 વર્ષનો ગેપ છે. પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કર્યા બાદ બંને મિની હોલિડે પર દુબઇ પણ ગયા હતા.બંને મુંબઈમાં ITC મરાઠા લક્ઝરી હોટેલમાં નિકાહ કરવાના છે જ્યારે પ્રી વેડિંગ શૂટ પુણેની જાધવગઢ હોટેલમાં થયું. આ લગ્નમાં ગૌહર અને જૈદના પરિવારના નજીકના સંબંધી અને મિત્રો જ સામેલ થઇ શકશે. કોરોના મહામારીને કારણે મહેમાનોનું લિસ્ટ ટૂંકું રખાયું છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121