ગરમીમાં રાખશો આ વાતોનુ ધ્યાન તો જમવાનુ બગડશે નહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-19 13:41:30
  • Views : 579
  • Modified Date : 2019-06-19 13:41:30

રસોઈ દરરોજ દરેક ઘરમાં બનાવાય છે. ક્યારેક ક્યારેક આ જરૂર કરતા વધુ પણ બની જાય છે આવામાં આ વાત પર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છેકે ગરમીમાં ખાવાનુ ખરાબ થવાની શક્યતા વધુ રહે છે અને તેના ખરાબ થતી રોકવા માટે અનેક રીત અપનાવી શકાય છે.જાણો ટિપ્સ

- જમવાનુ બનાવવાના 2 કલાકની અંદર જમી લેવુ જોઈએ.
- ગરમીમાં રસોઈ વધુ સમય સુધી બહાર રહે તો તેમા બેક્ટેરિયા પેદા થવા માંડે છે. જે ખાવાનુ ખરાબ કરે છે.
- ખાવાનુ બચી જાય તો તેને તરત ફ્રિજમાં મુકી દેવો સારુ રહે છે.
- જો ફ્રીજ ન હ ઓય તો એક વાસણમાં પાણી નાખીને તેના ઉપર રસોઈના વાસણો મુકો. 
- બાળકોને માટે હંમેશા તાજુ જ ખાવાનુ બનાવો
- બચેલી રસોઈ જૂના વાસણમાંથી કાઢીને હંમેશા નવા વાસણમાં મુકો
- જરૂર કરતા વધુ ગરમ ખાવાનુ પણ ફ્રિજમાં ન મુકવુ જોઈએ. તેને ઠંડુ કરીને જ ફ્રિજમાં મુકો
- એક દિવસથી વધુ જૂની રસોઈ બિલકુલ ન ખાશો
- બચેલા ખોરાકને ક્યારેય પણ ફ્રેશ રસોઈમાં મિક્સ કરીને ન ખાશો
-રસોઈને વારેઘડીએ ગરમ કરવાથી પણ ખાવાનુ જલ્દી ખરાબ થઈ જાય છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 120