આપ સરકાર દ્વારા હવે ગંગાનું પાણી દિલ્હીના ઘરોમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-10 16:39:51
  • Views : 236
  • Modified Date : 2022-09-10 17:25:48

'દિલ્હી જલ બોર્ડ'નો મિનરલ વોટર બોટલિંગ પ્લાન્ટ શનિવારથી શરૂ થઈ ગયો છે. 'દિલ્હી જલ બોર્ડ'ના ઉપ પ્રમુખ અને ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે દક્ષિણ દિલ્હીના સાદિક નગરમાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ દરરોજની 9 હજાર બોટલ ભરવાની ક્ષમતા ધરાવે છે. ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ 3 શિફ્ટમાં કામ કરશે. દરકે શિફ્ટમાં 3 હજાર બોટલ પેક કરવાનું કામ કરવામાં આવશે. બોટલ ભરવા માટે પ્લાન્ટને પાણી સપ્લાઈ કરવામાં આવી રહ્યું છે. તેમાં વેડફાઈ રહેલા પાણીને બીજી વખત રિસાઈકલિંગ કરીને વાપરવામા આવશે.તેમણે કહ્યું હતું કે, હાલમાં લોકો લોકલ વેન્ડર પાસેથી પાણીની બોટલો ખરીદે છે. તેની ગુણવત્તા વિશે કોઈને ખબર હોતી નથી.

 દિલ્હી જલ બોર્ડ' નક્કી કરશે પાણીની કિંમત

  ધારાસભ્યે જણાવ્યું હતું કે, પ્લાન્ટમાં તૈયાર થનારા મિનરલ વોટરની શુદ્ધતા અને ગુણવત્તાની નિયમિત લેબોરેટરી દ્વારા ચકાસણી કરવામાં આવશે. આ સાથે જ 'દિલ્હી જલ બોર્ડ' આ પાણીની બોટલોની કિંમત પણ નક્કી કરશે જેથી સામાન્ય લોકોને યોગ્ય કિંમત ઉપર બજાર કરતા શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી શકાય. 

બજારમાં વેચાતી બોટલો કરતા હશે શુદ્ધ

   'દિલ્હી જલ બોર્ડ'ના આ બોટલિંગ પ્લાન્ટમાંથી સપ્લાઈ કરવામાં આવનાર પાણીની ગુણવત્તા BIS સ્ટાન્ડર્ડના ધોરણો કરતા પણ વધુ સારી હશે. આ પાણી બજારમાં વેચાતી પાણીની બોટલો કરતા પણ શુદ્ધ હશે. આ પ્લાન્ટમાં ગંગા નદીમાંથી દરરોજ 3.5 લાખ લીટર પાણી સપ્લાઈ કરવામાં આવશે. તેથી સામાન્ય લોકો પીવા માટે ગંગા નદીનું નિર્મળ અને ખનીજ યુક્ત પાણી મેળવી શકે. આ પ્લાન્ટમાં પાણીને પીવા લાયક બનાવવા માટે એક્ટિવેટેડ કાર્બન અને માઈક્રો ફિલ્ટરેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

કેમિકલ નહી વપરાય

   'દિલ્હી જલ બોર્ડ' આ પ્લાન્ટમાં થતા કામકાજ ઉપર સંપૂર્ણ દેખરેખ રાખશે જેથી કરીને પાણીની ગુણવત્તામાં ખામી ન રહે. આ પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં નહીં આવે. ઉપરાંત પાણીની બોટલિંગમાં સૌથી શ્રેષ્ઠ ટેક્નોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે તેની ખાતરી માટે સમયાંતરે લેબોરેટરી દ્વારા આ પ્લાન્ટમાં ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. 

 


Download Our B K News Today App



Related News