વરુણની દુલ્હનિયા નતાશા દલાલથી લઈ અનુષ્કા શર્મા સુધી, આ બોલિવૂડ બ્રાઈડ્સે લગ્નમાં લાલ રંગના આઉટફિટ પહેર્યાં નહોતાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-26 12:49:07
  • Views : 388
  • Modified Date : 2021-01-26 12:49:07

    વરુણ ધવને લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેના આઉટફિટની ચર્ચા થઈ રહી છે. વરુણે મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલાં ઓફ વ્હાઈટ બંધ ગળાની શરેવાની પહેરી હતી.

    તો નતાશા પણ ઓફ વ્હાઈટ રંગની લહેંગા-ચોલીમાં સુંદર લાગતી હતી. તેના વેડિંગ આઉટફિટમાં સિલ્વર તથા ગોલ્ડ એમ્બ્રોડરી હતી. નતાશાએ પોતાના લગ્નનો લહેંગો જાતે ડિઝાઈન કર્યો હતો. તે ફેશન ડિઝાઈનર અને પોતાના નામથી એટલે કે 'નતાશા દલાલ'ના નામથી વેડિંગ આઉટફિટ્સ બનાવે છે.સામાન્ય રીતે લગ્નના દિવસે દુલ્હન લાલ રંગના આઉટફિટ પહેરતી હોય છે. જોકે, બોલિવૂડની ઘણી એક્ટ્રેસિસે વેડિંગ ડે પર લાલ રંગના આઉટફિટ પહેર્યા નથી. નતાશાની જેમ ઘણી બોલિવૂડ બ્રાઈડ્સ લાલ રંગને બદલે અન્ય રંગની પસંદગી કરી હતી.

    ડિસેમ્બર, 2017માં વિરાટ કોહલી સાથે લગ્ન કરનાર અનુષ્કાએ લાઈટ પિંક રંગનો લહેંગો પહેર્યો હતો. આ લહેંગો સબ્યાસાચી મુખર્જીએ ડિઝાઈન કર્યો હતો.સોહાએ પણ લાલ રંગને બદલે ગોલ્ડન લહેંગો પહેર્યો હતો. સોહાનો રોયલ લુક ચાહકોને ઘણો જ પસંદ આવ્યો હતો. ગોલ્ડન લહેંગા સાથે ઓરેન્જ ચુંદડીમાં સોહા ઘણી જ સુંદર લાગતી હતી. આ લહેંગો ફેશન ડિઝાઈનર સબ્યાસાચીએ ડિઝાઈન કર્યો હતો.

    ઓક્ટોબર, 2012માં સૈફ અલી ખાન સાથે કરીનાએ લગ્ન કર્યાં હતાં. કરીનાએ લાલ રંગના બ્રાઈડલ વેર પહેર્યા નહોતો. કરીનાએ સાસુ શર્મિલા ટાગોરે પોતાના લગ્નમાં જે આઉટફિટ પહેર્યાં હતાં, તે જ પહેર્યા હતા. આ આઉટફિટને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ રી-ડિઝાઈન કર્યાં હતાં. કરીનાનો આ રોયલ લુક ચાહકોને પસંદ આવ્યો હતો.

    જુલાઈ, 2015માં દિલ્હીની મીરા રાજપૂતે શાહિદ કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. વેડિંગ ડે પર મીરાએ લાઈટ પિંક રંગનો લહેંગો પહેર્યો હતો અને સાથે હેવી જ્વેલરી કૅરી કરી હતી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140