જાન્યુઆરીથી કોન્ટેક્લેસ કાર્ડ ટ્રાન્ઝેક્શનની લિમિટ વધશે, એક વખતમાં 5 હજાર સુધીની ચૂકવણી કરી શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 13:15:35
  • Views : 456
  • Modified Date : 2020-12-04 13:15:35

    કોન્ટેક્ટલેસ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારાઓને ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મોટી રાહત આપી છે. શુક્રવારે મોનીટરી પોલિસી કમિટીએ નિર્ણયોની જાણકારી આપતા RBIના ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી કોન્ટેક્ટલેસ કાર્ડ દ્વારા દરેક ટ્રાન્ઝેક્શનથી 5000 રૂપિયા સુધીની ચુકવણી કરી શકાશે. અત્યાર સુધી એક ટ્રાન્ઝેક્શન માટે 2000 રૂપિયા સુધી ચૂકવણી કરવાની સુવિધા હતી. કોન્ટેક્ટલેસ કાર્ડ સિસ્ટમમાં પિન એન્ટર કર્યા વગર ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.ગર્વનર શક્તિકાંત દાસના જણાવ્યા પ્રમાણે, 24 કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) દ્વારા ફંડ ટ્રાન્સફરની સુવિધા થોડા દિવસોમાં લાગુ કરવામાં આવશે. આ સુવિધા 1 ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ તે હજી સુધી શરૂ થઈ શકી નથી. 2 લાખથી વધારે ફંડ ટ્રાન્સફર કરવા માટે RTGSનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ઓછી રકમ ટ્રાન્સફર કરવા માટે નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)ની મદદ લેવી પડે છે. NEFT ઉપરાંત IMPSની સુવિધા પણ કોઈપણ સમયે ઉપલબ્ધ છે.

  •     કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક નાણાકીય વર્ષ 2019-20નો નફો પોતાની પાસે રાખશે અને તેને ડિવિડન્ડની ચૂકવવાની કરવાની રહેશે નહીં.ત્રીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 0.1% હોવાનો અંદાજ છે.ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 0.7% હોવાનો અંદાજ છે.RBIએ નાણાકીય વર્ષ 2021માં GDP ગ્રોથ -7% થવાનો અંદાજ લગાવ્યો છે.RBI ગવર્નરના જણાવ્યા પ્રમાણે, અર્થવ્યવસ્થા ઝડપી ગતિએ સુધરી રહી છે. ઘણા સેક્ટર્સમાં રિકવરી શરૂ થઈ ગઈ છે.સિસ્ટમમાં પર્યાપ્ત લિક્વિડિટી જાળવી રાખવા માટે સમય જતાં વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે.ત્રીજા ક્વાર્ટરમાં મોંઘવારી દર 6.8% અને ચોથા ક્વાર્ટરમાં 5.8% રહેવાનો અંદાજ છે.ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં અર્થવ્યસ્થામાં રિકવરીના પ્રારંભિક સંકેતો જોવા મળ્યા છે.નાણાકીય સિસ્ટમમાં ડિપોઝિટર્સના હિતોને સુરક્ષિત રાખવા માટે RBIએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

Download Our B K News Today App



Related News