ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને દિલ્હી હાઈકોર્ટનું તેડું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-17 08:18:39
  • Views : 99
  • Modified Date : 2024-01-17 08:18:39

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના બે પૂર્વ બિઝનેસ પાર્ટનરોએ દિલ્હી હાઈકોર્ટમાં ક્રિકેટર વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. માનહાનિની ​​અરજી 18 જાન્યુઆરીએ જસ્ટિસ પ્રતિબા એમ સિંહ સમક્ષ સુનાવણી થશે.પીટીઆઈના અહેવાલ મુજબ પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે ધોની વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો છે. બંનેએ ધોની, અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા કંપનીઓ સામે વળતરની માંગણી સાથે હાઈકોર્ટમાં રાવ નાંખી છે.અરજીમાં દંપતીએ 15 કરોડ રૂપિયાના કથિત ગેરકાનૂની લાભ અંગે ધોની દ્વારા કથિત રીતે કરાયેલા ખોટા આરોપોના સંબંધમાં ક્રિકેટરને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાથી રોકવાની માંગ કરી છે.ફરિયાદી પક્ષના વકીલના જણાવ્યા અનુસાર ધોનીએ તાજેતરમાં દિવાકર અને સૌમ્યાદાસ સામે ફોજદારી કેસ દાખલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓએ ક્રિકેટ એકેડેમીની સ્થાપના માટેના કરારનું સન્માન ન કરીને આશરે રૂપિયા 16 કરોડની છેતરપિંડી કરી હતી.રાંચીની નીચલી કોર્ટમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની અરકા સ્પોર્ટ્સના બે ડિરેક્ટરો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.ધોનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓએ ભારતીય દંડ સંહિતાની કલમ 406 અને 420 હેઠળ આરકા સ્પોર્ટ્સ ડિરેક્ટર મિહિર દિવાકર અને સૌમ્ય દાસ વિરુદ્ધ રાંચીની સક્ષમ કોર્ટમાં ક્રિકેટર વતી ફોજદારી કેસ દાખલ કર્યો છે.

Download Our B K News Today App



Related News