પૂર્વ મંત્રી સુંદર શામ અરોરા 50 લાખની લાંચ આપતા ઝડપાયા

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-16 11:45:28
  • Views : 198
  • Modified Date : 2022-10-16 11:45:28

   વિજિલન્સ બ્યુરોએ સુંદર શામ અરોરા(Sundar Sham Arora)ને રંગે હાથે પકડવાની યોજના બનાવી હતી. મનમોહને વિજિલન્સ ચીફને લાંચ અંગે જાણ કરતાં પૂર્વ મંત્રીને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું.પંજાબ(Punjab)ની પૂર્વ કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા સુંદર શામ અરોરા(Sunder Sham Arora)ની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે. અરોરાને પંજાબ વિજિલન્સ બ્યુરો(Punjab Vigilance Bureau) લાંચ આપતા રંગે હાથે ઝડપ્યા હતા, ત્યાર બાદ તેની તરત ધરપકડ કરવામાં આવી હતી. સુંદર શામ પર અપ્રમાણસર સંપત્તિ (disproportionate wealth)ના કેસ અંગે કાર્યવાહી ચાલી રહી હતી. કાર્યવાહીથી બચવા અને મામલાને ઢાંકવા માટે તેણે વિજિલન્સ બ્યુરોના અધિકારીને લાંચની ઓફર કરી હતી. તે પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે વિજિલન્સની ટીમ તેને ટ્રેક કરી રહી હતી.મળતી માહિતી અનુસાર, સુંદર અરોરાએ આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર જનરલ (AIG) મનમોહન કુમારને 50 લાખ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો અને તે આવું કરતી વખતે રંગે હાથે ઝડપાઈ ગયો હતો. વિજિલન્સ ટીમે એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે અરોરાની સામે વિજિલન્સ તપાસના સંબંધમાં એઆઈજી મનમોહન કુમારને 50 લાખની લાંચ આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપી પાસેથી 50 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.વિજિલન્સ બ્યુરોએ કહ્યું કે મનમોહન કુમારના નિવેદનના આધારે અરોરા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મનમોહને જણાવ્યું કે સુંદર શામ અરોરા 14 ઓક્ટોબરે તેમને મળ્યા હતા અને વિજિલન્સ બ્યુરોની વિજિલન્સ તપાસથી બચવા માટે 1 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી હતી. અરોરાએ 15 ઓક્ટોબરે ઓફિસરને 50 લાખ રૂપિયાની લાંચ આપવાની પણ ઓફર કરી હતી અને કહ્યું હતું કે તે બાકીની રકમ પછીથી ચૂકવશે. ગત રાત્રે જ્યારે અરોરા નોટોથી ભરેલી બેગ મનમોહનને આપી રહ્યા હતા. ત્યારબાદ વિજિલન્સ અધિકારીઓએ તેને રંગે હાથે પકડી લીધો હતો.વિજિલન્સ બ્યુરોએ સુંદરને રંગેહાથ પકડવાની યોજના બનાવી હતી. મનમોહને વિજિલન્સ ચીફને લાંચ અંગે જાણ કરતાં પૂર્વ મંત્રીને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. એડીજીપી વિજિલન્સે કહ્યું કે સુંદર અરોરા મનમોહનને સારી રીતે ઓળખતા હતા, તેથી તેમણે મનમોહનનો સંપર્ક કર્યો. એડીજીપીએ મનમોહનની પ્રશંસા કરી અને કહ્યું કે તે ખૂબ પ્રશંસનીય છે કે તેણે તેના વિશે વિભાગને જાણ કરી.વિજિલન્સ બ્યુરો અરોરા સામે અપ્રમાણસર સંપત્તિના કેસ સહિત અનેક કેસોની તપાસ કરી રહી છે. વિજિલન્સ બ્યુરોએ અરોરાને બે વખત સમન્સ પાઠવ્યા હતા અને તેમની મિલકતો સાથે સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા કહ્યું હતું. જણાવી દઈએ કે અરોરા પંજાબની અગાઉની કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી હતા. તેઓ કેપ્ટન અમરિન્દર સિંહના વફાદાર હતા. પંજાબમાં આમ આદમી પાર્ટીના સત્તામાં આવ્યા બાદ અરોરા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

 

 

 

 

Download Our B K News Today App



Related News