પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ લોકસભાની ચૂંટણી લડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-10 15:49:23
  • Views : 101
  • Modified Date : 2024-03-10 15:49:23

લોકસભા ચૂંટણી માટે તૃણમૃણ કોંગ્રેસે પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. પાર્ટીએ આ લિસ્ટમાં કુલ 42 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કુચબિહાર લોકસભા સીટમાં જગદીશ ચંદ્ર બસુનિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.બહરામપુરથી ક્રિકેટના દિગ્ગજ ખેલાડી યુસુફ પઠાણને ટિકિટ આપી છે.કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ બંગાળમાં ગઠબંધન અંગે રવિવારે કહ્યું હતુ કે, તેમના દરવાજા દરેક માટે ખુલ્લા છે.મમતા બેનર્જીએ જાહેરાત કરી કે, તૃણમૃલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડશે. આ સાથે મેધાલયમાં પણ ચૂંટણી લડશે. તો યુપીમાં એક સીટ પર ચૂંટણી લડવાને લઈ અખિલેશ યાદવ સાથે વાતચીત ચાલી રહી છે.છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંગાળમાં ઈન્ડિયા ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે. કોંગ્રેસ સતત કહી રહી હતી કે, વાતચીત ચાલી રહી છે પરંતુ ટીએમસીના અનેક નેતા કોંગ્રેસનો વિરોધ કરે છે. જ્યારે બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી સતત મમતા બેનર્જી વિરુદ્ધ બોલી રહ્યા છે. અંતે મમતા બેનર્જી એકલા દમ પર ચૂંટણીના અખાડામાં ઉતરી ગઈ છે.

Download Our B K News Today App



Related News