પૂર્વ કેપ્ટન સંદીપને બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-05-16 10:38:36
  • Views : 142
  • Modified Date : 2024-05-16 10:38:36

નેપાળની કોર્ટે બુધવારના રોજ સ્ટાર ક્રિકેટ ખેલાડી અને નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને બળાત્કારના આરોપથી નિર્દોષ જાહેર કર્યો છે અને 8 વર્ષની સજા રદ કરી છે. તેમજ તમામ આરોપો નકારી કાઢ્યા છે. 17 વર્ષની છોકરીએ આરોપ લગાવ્યો હતો કે, કાઠમાંડુની એક હોટલના રુમમાં સંદીપે તેની સાથે બળાત્કાર કર્યો છે. નેપાળની અદાલતે ક્રિકેટર સંદીપ લામિછાને બળાત્કારના આ મામલે 8 વર્ષની સજા પણ સંભળાવી હતી.નેપાળની પાટણ હાઈકોર્ટે બળાત્કાર કેસમાં સંદીપને નિર્દોષ જાહેર કર્યો છે. પીડિતાએ કહ્યું હતું કે, 21 ઓગસ્ટ 2022ના રોજ તેનું યૌન શોષણ થયું હતુ.પીડિતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી ત્યારબાદ લામિછાની તરત જ ધરપકડ કરવામાં આવી હતી અને અદાલતમાં આ મામલે સુનાવણી પહેલા જેલમાં દિવસો પસાર કરવા પડ્યા હતા.બીજી બાજુ 23 વર્ષના સંદીપ માટે બીજા સારા સમાચાર એ છે કે, ક્રિકેટ એસોશિએશન ઓફ નેપાળ તરફથી આવ્યા છે. નેપાળ ક્રિકેટ એસોશિએશને હાઈકોર્ટના નિર્ણય બાદ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. તેમણે સંદીપને ટી20 વર્લ્ડકપ માટે નેપાળની ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.તમને જણાવી દઈએ કે, નેપાળે પહેલાથી જ ટી20 વર્લ્ડકપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ આઈસીસીએ તમામ ટીમને 25 મે સુધી પોતાના સ્કવોર્ડમાં ફેરફાર કરવાની પરવાનગી આપી છે. હવે સંદીપને ટીમમાં સામેલ કરવામાં આવશે. 15 સભ્યોની નેપાળની ટીમની કેપ્ટનશીપ રોહિત પૌડેલ કરશે. નેપાળની ટીમ પહેલી મેચ 4 જૂનના રોજ નેધરલેન્ડ વિરુદ્ધ રમશે.સંદીપ નેપાળનો સ્ટાર ખેલાડી છે. તે દેશનો એક માત્ર ખેલાડી છે જે દુનિયાભરની ક્રિકેટ લીગ રમી રહ્યો છે. સંદીપ આઈપીએલ રમનાર નેપાળનો પહેલો ક્રિકેટર પણ છે. આ સાથે તે ઓસ્ટ્રેલિયાની બિગ બૈશ લીગ, કેરેબિયન પ્રીમિયર લીગ અને લંકા પ્રીમિયર લીગ સહિત અનેક લીગમાં રમી ચુક્યો છે. સ્પિનર સંદીપને સૌથી પહેલા ઓળખ 2018માં મળી હતી. જ્યારે તેની પહેલી ઓળખ આઈપીએલમાંથી મળી હતી. તે માત્ર 17 વર્ષનો હતો અને દિલ્હી ડેયરડેવિલ્સે 20 લાખ રુપિયામાં ખરીદ્યો હતો.

Download Our B K News Today App



Related News