ટી-20 મેચમાં લગભગ પહેલી વખત ભૂરી જર્સીમાં નહીં દેખાય દિલ્હી અને પંજાબ રાજ્યના પ્લેયર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-23 15:20:35
  • Views : 91
  • Modified Date : 2023-11-23 15:20:35

વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હાર્યા બાદ ભારતીય ટીમ હવે ઘરઆંગણે ટી20 રમવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી 5 T20 મેચ રમાશે. ટીમ ઈન્ડિયાની કપ્તાની સૂર્યકુમાર યાદવને આપવામાં આવી છે. પ્રથમ T20 મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. ત્યારે આ વખત એકદમ નવી ટીમ રમવા જઈ રહી છે અને એ પણ ટી20માં સુર્યકુમારની પ્રથમ વખત કેપ્ટનશીપમાં.આ મેચને લઈને મોટી વાત તો એ છે કે લગભગ આ પ્રથમ વખત હશે કે પંજાબ અને દિલ્હીના એકપણ પ્લેયર આ વખતે ભૂરી જર્સીમાં નહી દેખાય. જી હા તમને જણાવી દઈએ તો આજે રમાનારી ટી20માં મહારાષ્ટ્ર, યુપી બિહાર, એમપી, ગુજરાત સહિતના અનેક પ્લેયરો સામેલ છે પણ પ્રથમ વખત દિલ્હી અને પંજાબના કોઈ પણ પ્લેયર આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.T20 મેચ સીરિઝનું પહેલું બ્યુગલ 23 નવેમ્બર એટલે કે આજે સાંજે ફૂકાશે. ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી જોવાની સૌથી મોટી વાત એ છે કે આ શ્રેણીમાં તે સંપૂર્ણપણે નવી હશે. એકદમ નવી ટીમ, જેની કમાન પણ તેના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવ સંભાળશે. આ ટીમમાં મહારાષ્ટ્રના 4 પ્લેયરલ મુંબઈ મહારાષ્ટ્રના, 2 યુપી બિહાર, 2 મધ્યપ્રદેશ, 1- 1 ગુજરાત સહિતના અનેક રાજ્યના પ્લેયરો આજે રમવા જઈ રહ્યા છે.લગભગ આ પ્રથમ વખત હશે કે ટી20 રમનારી ટીમમાં કોઈ પણ પ્લેયર દિલ્હી અને પંજાબનુ નથી. સુર્યકુમાર યાદવ મુંબઈથી,ઋતુરાજ ગાયકવાડ પુણે મહારાષ્ટ્ર, શિવમ દૂબે મુંબઈ, ઈશાન કિશન અને યશસ્વી જયસ્વાલ યુપી બિહારથી, તેમજ અર્શદિપ અને આવેશ મધ્યપ્રદેશથી છે જ્યારે રવી બિશનોઈ રાજસ્થાન, અક્ષર પટેલ ગુજરા ત, પ્રસિદ્ધ ક્રિષ્ના કર્ણાટક સહિત અને સ્ટેટના પ્લેયર આજે ભૂરી જર્સીમાં જોવા મળશે.સૂર્યકુમાર યાદવ માટે આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશિપ કરવાનો આ એક નવો અનુભવ હશે. જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડ આ મામલે થોડો અનુભવી છે. તેણે અત્યાર સુધી 7 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી છે. જેમાં વર્ષ 2020માં ભારત સામે રમાયેલી મેચનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2022 વર્લ્ડ કપની ફાઇનલ પણ જ્યાં તેણે નિયમિત કેપ્ટન એરોન ફિન્ચ ઇજાગ્રસ્ત થતાં વાઇસ-કેપ્ટન તરીકેની બાગડોર સંભાળી હતી.

Download Our B K News Today App



Related News