ચક્રવાત મેન્દુસ દરમિયાન શ્રીલંકાના પાંચ માછીમારો લાપતા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-14 17:34:42
  • Views : 420
  • Modified Date : 2022-12-14 17:34:42

શ્રીલંકાના મત્સ્ય ઉદ્યોગ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી છે કે ચક્રવાતી તોફાન મેન્ડુસના કારણે પાંચ માછીમારો સમુદ્રમાં ગુમ થયા છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ત્રણ બોટ પર સવાર પાંચ માછીમારો બટ્ટીકલોઆ, ત્રિંકોમાલી અને ગાલે જિલ્લાના રહેવાસી છે.
મત્સ્યપાલન મંત્રાલય હેઠળની સંસ્થા ફિશરીઝ એન્ડ એક્વેટિક રિસોર્સિસ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જનરલ સુશાંત કહાવાટ્ટાએ પત્રકારોને જણાવ્યું હતું કે, જ્યારે તેઓએ ચેતવણી જારી કરી હતી ત્યારે ફિશિંગ બોટ્સ પહેલેથી જ દરિયામાં હતી.
શ્રીલંકાનો દરિયો હવે શાંત થઈ ગયો છે અને માછીમારીની પ્રવૃત્તિઓ રાબેતા મુજબની થઈ ગઈ છે, એમ તેમણે કહ્યું હતું. વાવાઝોડાને કારણે 21,000થી વધુ નાગરિકો પ્રભાવિત થયા છે અને 5,600થી વધુ મકાનોને નુકસાન થયું છે, એમ તેમણે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News