ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં પહેલી ટી-20 મેચ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-23 15:31:53
  • Views : 108
  • Modified Date : 2023-11-23 15:31:53

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ રમાવાની છે. તેની પ્રથમ મેચ ગુરુવારે એટલે કે આજે વિશાખાપટ્ટનમમાં રમાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. ગુરુવારે વિશાખાપટ્ટનમમાં વરસાદની 60 ટકા શક્યતા છે. દિવસની શરૂઆતમાં આકાશમાં હળવા વાદળો છવાયેલા રહેશે. પરંતુ આ પછી હળવો વરસાદ પડી શકે છે. વરસાદના કારણે રમત પ્રભાવિત થઈ શકે છે. જો ટોસ પહેલા વરસાદ પડે તો મેચ શરૂ થવામાં રાહ જોવી પડી શકે છે.ટીમ ઈન્ડિયા આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશનને તક આપી શકે છે. તે બંને ઓપનિંગ કરી શકે છે. તિલક વર્મા, રિંકુ સિંહ અને અક્ષર પટેલને પણ તક મળી શકે છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન મળી શકે છે. આ બંનેએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ભારતે આ શ્રેણી માટે ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓને સમાવેશ કર્યા છે.ભારતીય ટીમઃ ઈશાન કિશન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસીદ કૃષ્ણ, મુકેશ કુમાર, વોશિંગ્ટન સુંદર, અવેશ ખાન, ઋતુરાજ ગાયકવાડ , જીતેશ શર્માઓસ્ટ્રેલિયા ટીમઃ ટ્રેવિસ હેડ, મેથ્યુ શોર્ટ, સ્ટીવન સ્મિથ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર/કેપ્ટન), સીન એબોટ, એડમ ઝમ્પા, નાથન એલિસ, જેસન બેહરનડોર્ફ, તનવીર સંઘા, કેન રિચાર્ડસન, આરોન હાર્ડી.

Download Our B K News Today App



Related News