વરસાદને લીધે પ્રથમ દિવસની રમત રદ:ટૉસ પણ થઈ શક્યો નહીં, બેંગલુરુમાં સવારથી જ ભારે વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-16 18:16:26
  • Views : 199
  • Modified Date : 2024-10-16 18:16:26

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટના પ્રથમ દિવસની રમત રદ થઈ છે. બેંગલુરુમાં બુધવારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમ્પાયરોએ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાત કર્યા બાદ દિવસની રમત રદ કરવાનો નિર્ણય લીધો હતો.હવામાન વેબસાઇટ અનુસાર, બેંગલુરુમાં આગામી 4 દિવસ સુધી આવું જ હવામાન રહેવાની અપેક્ષા છે. અગાઉ કાનપુર ટેસ્ટના પ્રથમ 3 દિવસ વરસાદથી પ્રભાવિત થયા હતા.બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને આકાશ દીપ.ન્યૂઝીલેન્ડ (NZ): ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર/માઇકલ બ્રેસવેલ, ટિમ સાઉથી, એજાઝ પટેલ અને વિલિયમ ઓ'રર્કે.

Download Our B K News Today App



Related News