અગ્નિપથની આગ: મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, અરજદારે કરી આ ત્રણ મોટી માગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-18 12:07:38
  • Views : 253
  • Modified Date : 2022-06-18 12:07:38

અગ્નિપથની આગ: મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, અરજદારે કરી આ ત્રણ મોટી માગ

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને દેશભરના યુવાનોના હોબાળા વચ્ચે શનિવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી છે. દિલ્હીના વકીલ વિશાલ તિવારીએ અરજી કરતા આ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસાની તપાસ માટે SITની રચના કરવાની માંગ કરી છે. આ સાથે આ યોજનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે.

વકીલે કરી આ ત્રણ માગ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે તેઓ હિંસા અંગેનો એક સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં દાખલ કરે. આ ઉપરાંત, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ દોષિતો પાસેથી દાવો વસૂલવા માટે રાજ્યોને દાવો કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપો. તો આ સાથે જ, રાષ્ટ્રીય સુરક્ષા અને સેના પર અગ્નિપથ યોજનાની અસરનું મૂલ્યાંકન પણ નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવે તેવી ત્રણ માગ ઉચ્ચારવામાં આવી છે.

ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં જાહેરાત અનુસાર,  CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં  અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે અને અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે આ છૂટછાટ 5 વર્ષની રહેશે.

અગ્નિપથ યોજનાને લઇને રક્ષામંત્રી રાજનાથસિંહે ઇમરજન્સી બેઠક બોલાવી

અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે એટલે કે (શનિવારે) સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે. મહત્વનું છે કે,આજે   સવારે 11.30 કલાકે બોવલાવેલી બેઠકમાં અગ્નિપથ યોજના અને દેશમાં ચાલી રહેલા હોબાળાને લઈને ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,   અગ્નિપથ મિલિટરી રિક્રુટમેન્ટ યોજનાના વિરોધમાં વેગ પકડવાને કારણે આર્મી, નેવી અને એર ફોર્સે શુક્રવારે આ નવા 'ફોર્મેટ' હેઠળ પસંદગી પ્રક્રિયાને આગામી સપ્તાહ સુધીમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનોને તેમની તૈયારી શરૂ કરવા માટે અપીલ કરી હતી.

બિહારમાં સતત ચોથા દિવસે પરિસ્થિતિ અતિ ભયાનક 

કેન્દ્ર સરકાર સેનામાં ભરતી માટે નવી યોજના લઈને આવી છે, અગ્નિપથ. આ યોજનામાં યુવાનો પાસે ચાર વર્ષ માટે દેશ સેવા કરવાનો મોકો મળશે જેમાં સારી સેલેરી અને ચાર વર્ષની સેવા માટે 10 લાખથી વધુની રકમ એક સાથે આપવામાં આવશે, જોકે આ યોજનાનો ખૂબ જ ખરાબ રીતે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારત અગ્નિપથના આક્રોશની આગમાં સળગી રહ્યું છે ત્યારે સતત ચોથા દિવસે બિહારમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. 

શનિવારે જહાનાબાદ માં એક ટ્રક અને બસમાં આગ લગાવવામાં આવી છે અને અનેક જગ્યાઑ પર પથ્થરમારો થઈ રહ્યો છે. પોલીસ બળ તૈનાત છે પણ ભીડની સામે બેબસ દેખાઈ રહી હતી. 

ભભૂકી રહ્યું છે બિહાર

બિહારમાં ચાર દિવસેથી અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે, ડઝનથી વધારે ટ્રેનોમાં રોજ આગ લગાવવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતની જગ્યાઑ પર તોડફોડની તસવીરો સામે આવી રહી છે. સરકારી આવાસ અને ભાજપ કાર્યાલયોને આગના હવાલે કરવામાં આવી રહ્યા છે ત્યારે શનિવારે સવાર સવારમાં જ હિંસા શરૂ થઈ ગઈ હતી. 

15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ 

સતત બગડતી પરિસ્થિતિને જોતાં બિહારમાં 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે, આ આદેશ 19 જૂન સુધી લાગુ રહેશે.

 

Download Our B K News Today App



Related News