રામપ્રસાદ કી તેરહવીઃ અપેક્ષા તથા ફરજની વચ્ચે ફસાયેલા પરિવારની ગાથા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 12:07:28
  • Views : 405
  • Modified Date : 2021-01-01 12:07:28

    ફિલ્મ 'રામપ્રસાદ કી તેરહવી'થી સીમા પાહવાએ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં સીમાએ પરિવારના બનાવટી પ્રેમ, પૂર્વાગ્રહ, આશા-અપેક્ષા તથા ફરજની વાત કરી છે. રામપ્રસાદ ભાર્ગવના મૃત્યુ બાદ તેમના છ દીકરા અને કુલ 20 લોકોનો પરિવાર ઘરે ભેગો થાય છે. દીકરાઓનો પોતાનો સંઘર્ષ છે. તેમની દીકરીઓને પણ અપેક્ષા પ્રમાણેનું જીવન મળ્યું નથી. રામપ્રસાદ ભાર્ગવ પણ પોતાના બહોળા પરિવારને ક્યારે પોતાના મનની વાત કહી શક્યા નહોતા. આ જ કારણે તેમના સંતાનોને આખું જીવન પિતા પાસે ફરિયાદ જ કરતાં રહ્યાં હતાં. વાસ્તવમાં અહીંયા એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે તેઓ કમ્યુનિકેશન ગેપને કારણે એકબીજાને પોતાના મનની વાત કહી શકતા નથી. કદાચ સામાન્ય ભારતીય પરિવારની આ વાસ્તવિકતા છે. પરિવારની મુખ્ય વ્યક્તિ ખબર નહીં કેમ બાળકો પ્રત્યે ખુલીને પ્રેમ વ્યક્ત કરવામાં સંકોચ અનુભવે છે.

    રામપ્રસાદ ભાર્ગવના તમામ સંતાનો અલગ-અલગ શહેરો રહેતા હોય છે. તેઓ પોતાના પૈતૃક ઘરે આવે છે. પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવાને બદલે પિતાએ તેમના માટે શું નથી કર્યું, તેના પર ચર્ચાઓ થાય છે. આ પરિસ્થિતિમાં તેમને માતાની ચિંતા સહેજે ઓછી થતી હોય તેવું દેખાઈ આવે છે. જોકે, સીમા પાહવાના ડિરેક્શનમાં એ ખૂબી જોવા મળી કે તેમણે એક પક્ષને વિલન તરીકે ચિતર્યો નથી. બધા જ પોત-પોતાની જગ્યાએ સાચા છે. ક્લેશનું કારણ પરિસ્થિતિ છે. વહુઓ પર સીમા પાહવાએ ક્રિટિકલ અપ્રોચર રાખ્યો છે. તે સ્વાર્થી જોવા મળી છે. તેમના મનમાં સાસુ-સસરા અંગે ચોક્કસ પૂર્વગ્રહ હોય છે. 13 દિવસ પસાર થાય છે અને બધા જ પોત-પોતાની કર્મભૂમિ તરફ પ્રયાણ કરે છે.

    ભાર્ગવ પરિવારના દુઃખના પ્રસંગે પણ અનેક સિચ્યુએશનલ કોમેડી છે. તે કોઈના પર પણ થોપેલી હોય તેમ લાગતું નથી. ફિલ્મના મૂડને સાગર દેસાઈએ પોતાના સંગીતથી જસ્ટિફાઈ કર્યો છે. સુદીપ સેનગુપ્તાએ કેમેરાએ પરિવારની ગુપ્ત વાતોને પણ બહુ જ સારી રીતે કેપ્ચર કરી છે.

    તમામ કલાકારો સુપ્રિયા પાઠક, મનોજ પાહવા, નિનાદ કામથ, પરંબ્રત ચટ્ટોપાધ્યાય, દીપિકા અમીન, બૃજેન્દ્ર કાલા, મહેશ શર્મા, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રાંત મેસી, કોંકણા સેન શર્મા, વિનીત કુમાર સાદિયા સિદ્દીકી, દિવ્યા જગદ્વલે, દીપિકા અમીને સારી એક્ટિંગ કરી છે. આ તમામ રામપ્રસાદ ભાર્ગવના પરિવારના સભ્યો છે. રામપ્રસાદનો રોલ નસીરૂદ્દીન શાહે કર્યો છે.

    સીમા પાહવાએ દર્શકો માટે અલગ મહાલોમાં કોમેડી, ડ્રોમેડી તથા ટ્રેજડી બનાવી છે. લોકો અત્યાર સુધી રાજશ્રી તથા ધર્મા પ્રોડક્શનની ફીલ ગુડ, ઘરેણાંથી લદાયેલી સાસુ-વહુની ફિલ્મ જોતા હતા, નવા વર્ષમાં આ વખતે મનીષ મુંદ્રા બેનર હેઠળ બનેલી આ ફિલ્મ જોવાની જરૂર છે. ડઝનથી વધુ કલાકારો હોવા છતાંય ફિલ્મમાં ઘણી જ સારી છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138