કાગઝ- મોત અને જીવન વચ્ચેની ગડમથલમાં પંકજ ત્રિપાઠીએ દિલ જીત્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 13:20:15
  • Views : 367
  • Modified Date : 2021-01-07 13:20:15

    ફિલ્મ સમાજનો અરીસો હોય છે. સમાજમાં બનતી ઘટનાઓને પડદા પર ડ્રામેટિક રૂપ આપીને સકારાત્મક સંદેશ ફિલ્મમાં આપવામાં આવે છે. ખાસ્સા સમય બાદ કંઈક આ પ્રકારની ફિલ્મ ડિરેક્ટર સતીષ કૌશિક લઈને આવ્યા છે. ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં હાસ્ય તથા વ્યંગને બેલેન્સ કરીને દર્શકોનું મનોરંજન કરવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને સલમાન ખાને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, મોનલ ગજ્જર, મીતા વશિષ્ઠ, સતીશ કૌશિક જેવા કલાકારો છે.


    ફિલ્મની વાર્તા એકદમ સરળ છે, જેમાં એક કાગળ એટલે કે પ્રમાણપત્ર લેવાની વાત કરવામાં આવી છે. જોકે, આ કાગળ લેવામાં હોબાળો મચી જાય છે. ફિલ્મમાં સરકારી તંત્રની પોલ ખોલવામાં આવી છે. વાસ્તવમાં ફિલ્મમાં અસલી વિલન કાગળ જ છે.

    ફિલ્મની વાર્તા પ્રમાણે ભરતલાલ (પંકજ ત્રિપાઠી)ના કાકા-કાકીએ તેને મૃતક જાહેર કરીને તેની જમીન હડપ કરી લીધી છે. ભરતલાલ કાગળ પર જીવિત થવા માટે કોર્ટના ચક્કર કાપવાનાં શરૂ કરે છે. જોકે, તેનું કામ થતું નથી અને તે સરકાર સુધી પોતાની વાત પહોંચાડે છે. જોકે, અહીંયા પણ તેણે જ સાંભળવું પડે છે. આ સંઘર્ષ મય સફરમાં ભરતલાલને તેની પત્ની (મોનલ ગજ્જર), પ્રેસ રિપોર્ટર, ધારાસભ્ય અશરફી દેવી (મીતા વશિષ્ઠ) તથા તેના જેવા પીડિત લોકો મૃતક સંઘ સાથ આપે છે. ભરતલાલે વિવશતાને કારણે જે નાટકીય પગલું ભર્યું છે તે એક વાર હસાવે છે તો બીજીવાર તંત્ર સામે રોષ ઊભો કરે છે.

    એક્ટિંગની વાત કરીએ તો પંકજ ત્રિપાઠી પહેલી જ વાર લીડ રોલમાં જોવા મળે છે. પંકજે પોતાનો રોલ ઘણી જ સારી રીતે પ્લે કર્યો છે. રસપ્રદ સંવાદો તથા ડાયલૉગ ડિલિવરીથી પંકજ ત્રિપાઠીએ પોતાનો રોલ સશક્ત બનાવ્યો છે. ભરતલાલની પત્ની મોનલ ગજ્જરે બહુ જ સારી એક્ટિંગ કરી છે. સતીશ કૌશિક વકીલ સાધોરામ કેવટના રોલમાં છે તો બાકીના પાત્રોએ પણ સારું કામ કર્યું છે. ફિલ્મનું આઈટમ સોંગ 'સઈયા સૌતનો સે ભરે સારે યુપી કે બાઝાર' ઘણું જ સારું છે. ફિલ્મમાં સલમાન ખાનના અવાજમાં કવિતા સાંભળવા મળે છે. ફિલ્મને લાઇવ બનાવવા માટે લોકેશન મહત્ત્વનો ભાગ ભજવે છે. ખેતર, બગીચા, સ્કૂલથી લઈ ઓફિસ હોય કે પછી કોર્ટ, તમામ લોકેશન પરિસ્થિતિ પ્રમાણે વાસ્તવિક લાગે છે. આ ફિલ્મ તમને એક સેકન્ડ માટે પણ કંટાળો આવવા દેશે નહીં.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138