ફિલ્મ સર્ટિફિકેશન ટ્રિબ્યૂનલ બરખાસ્ત, હવે પ્રોડ્યૂસર્સે સેન્સર બોર્ડના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં જવું પડેશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-08 13:34:09
  • Views : 404
  • Modified Date : 2021-04-08 13:34:09

    ભારત સરકારે ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યૂનલને રાતોરાત બરખાસ્ત કરી દીધું છે, જેને કારણે ફિલ્મ પ્રોડ્યૂસર્સ માટે સેન્સર બોર્ડના નિર્ણય વિરુદ્ધ અપીલમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. કેન્દ્ર સરકારે બે દિવસ પહેલાં જ ધ ટ્રિબ્યૂનલ રિફોર્મ્સ (રેશનલાઈઝેશન એન્ડ કન્ડિશન્સ ઓફ સર્વિસ) ઓર્ડિનન્સ, 2021 રિલીઝ કર્યો છે.આને કારણે અલગ-અલગ 8 ટ્રિબ્યૂનલને બરખાસ્ત કરવામાં આવી છે, જેમાં ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યૂનલ પણ સામેલ છે. હવે જ્યારે પણ પ્રોડ્યૂસર્સને સેન્સર બોર્ડના નિર્ણય વિરુદ્ધ આપત્તિ હશે તો તેણે સીધા હાઈકોર્ટમાં અપીલ કરવી પડશે. ફિલ્મ કલાકારોએ આ દિવસને કાળો દિવસ ગણાવ્યો છે. હંસલ મહેતાથી લઈ વિશાલ ભારદ્વાજ સુધીના સેલેબ્સે સો.મીડિયામાં ગુસ્સો વ્યક્ત કર્યો છે.

    પ્રોડ્યૂસર-ડિરેક્ટર, સંગીતકાર વિશાલ ભારદ્વાજે પણ સો.મીડિયામાં સરકારના નિર્ણય વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ફિલ્મ પ્રોડ્યૂસર્સ માને છે કે આનાથી ઈન્ડસ્ટ્રીને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે.

    ભારત સરકારે સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ 1983માં ફિલ્મ સર્ટિફિકેશન ટ્રિબ્યૂનલની રચના કરી હતી. આ ટ્રિબ્યૂનલમાં સેન્સર બોર્ડના નિર્ણય વિરુદ્ધ ફરિયાદ કરી શકાતી હતી. સેન્સર બોર્ડે કોઈ કટ અથવા તો કોઈ સુધારાનો આદેશ આપ્યો હોય અને ફિલ્મ પ્રોડ્યૂસરને લાગે કે સેન્સર બોર્ડનો આદેશ યોગ્ય નથી તો તે ટ્રિબ્યૂનલમાં અપીલ કરી શકતો હતો.ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસિયોસેશન (IMPPA)ના પ્રમુખ ટીપી અગ્રવાલે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગ માટે આ ટ્રિબ્યૂનલ બરખાસ્ત કરવી એ ઘણાં જ ખરાબ સમાચાર છે. અત્યાર સુધી અમે લોકો સેન્સર બોર્ડના નિર્ણય વિરુદ્ધ ટ્રિબ્યૂનલમાં જતા હતા અને મોટાભાગના કેસ સેટલ થઈ જતા હતા. ટ્રિબ્યૂનલ સર્ટિફિકેટ પણ રિલીઝ કરતું હતું, જે અમારા માટે માન્ય હતું. કદાચ કોઈ કેસ હોય, જ્યાં ટ્રિબ્યૂનલના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં જવું પડે છે. હવે ટ્રિબ્યૂનલ ના રહેવાથી સીધા હાઈકોર્ટમાં જવું પડશે અને તેમાં ખાસ્સો સમય લાગશે.

    ફિલ્મ ક્રિટિક મયંક શેખરે કહ્યું હતું કે સેન્સર બોર્ડ પછી ફિલ્મ મેકર પાસે કોઈ વિન્ડો હોવી જરૂરી છે, જ્યાં તે પોતાની વાત કહી શકે, સેન્સર બોર્ડ પછી તે સીધો કોર્ટમાં કેવી રીતે જશે. ફિલ્મ મેકર્સ માટે આ એક પ્રકારની પજવણી છે. ટ્રિબ્યૂનલે હંમેશાં મહત્ત્વના નિર્ણયો આપ્યા છે. 'લિપસ્ટિક અંડર માય બુરખા' જેવી અનેક ફિલ્મના નિર્ણયો ઓછા સમયમાં થયા છે. આ ટ્રિબ્યૂનલ, સેન્સર બોર્ડના વિરોધ બાદ સેન્સર બોર્ડની માગ પ્રમાણે, તેમાં ફરેફારની સૂચના આપીને સર્ટિફિકેટ આપતું હતું. તેની પાસે સર્ટિફિકેટ આપવાનો અધિકાર હતો, પરંતુ હવે તેને પૂરી રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. કોર્ટે પોતાના 20-20 કેસ જોશે કે ફિલ્મ. કોર્ટ-કચેરી, વકીલ વગેરેના લાંબા તથા અટપટા કેસમાં કોઈ મુશ્કેલીમાં પડવા માગશે નહીં.

    વર્ષ 2017માં આ ટ્રિબ્યૂનલની સભ્ય બનેલી પૂનમ ધિલ્લોનની સાથે ભાસ્કરે ખાસ વાત કરી હતી. ભાજપ મુંબઈ મહાનગરની ઉપાધ્યક્ષ રહેલાં પૂનમે કહ્યું હતું, 'આ ટ્રિબ્યૂનલ સેન્સર બોર્ડ તથા ફિલ્મ પ્રોડ્યૂસરની વચ્ચે એક પ્લેટફોર્મ હતું. અમે લોકો સેન્સર બોર્ડના ઓબ્જેક્શનને કારણે ફિલ્મ એક નહીં, પરંતુ ત્રણ-ત્રણ વાર જોતા હતા. પ્રોડ્યૂસર જે ફેરફાર કરતાં, તે પણ અનેકવાર જોતા હતા. તમામનો સમય બચી જતો હતો. હવે પ્રોડ્યૂસરે સીધું હાઈકોર્ટમાં જવું પડશે. ગંભીર બાબતોમાં ઓવરલોડ કોર્ટની પાસે કોઈ પણ ફિલ્મ જોવા માટે સમય જ નથી.'

    ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ કહ્યું હતું કે સેન્સર બોર્ડના નિર્ણય વિરુદ્ધ ટ્રિબ્યૂનલમાં જવું સરળ હતું, જેમાં માત્ર એક સિમ્પલ અરજી કરવાની હતી. પ્રોડ્યૂસર ઈચ્છે તો જાતે પણ ટ્રિબ્યૂનલ સમક્ષ હાજર થઈને પોતાની વાત રજૂ કરી શકતો હતો. હવે હાઈકોર્ટમાં જવાનો અર્થ એ કે હવે વ્યવસ્થિત રીતે કાયદાકીય અપીલ કરવાની હશે, વકીલ પણ રોકવો પડશે. આપણાં ત્યાં ન્યાયતંત્ર પર પહેલેથી જ વર્કલોડ વધુ છે અને કોવિડ 19ની સ્થિતિમાં આ વર્કલોડ વધી ગયો છે. હાઈકોર્ટના નિર્ણયમાં મોડું થઈ શકે છે. ફિલ્મના કેટલાંક સીનને આદેશ પ્રમાણે રી-શૂટ કરવામાં અને પછી ફિલ્મને રિલીઝ કરવામાં મોડું થઈ શકે છે. આમાં ઘણું જ નુકસાન થઈ શકે છે.

    ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અસર કરનારો આટલો મોટો નિર્ણય લેતાં પહેલાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો સાથે ચર્ચા વિચારણા કરી નથી. આજે ઈન્ડસ્ટ્રીના અનેક લોકો સરકારની ગુડ બુકમાં છે. સમય સમય પર તે સરકારના અનેક કેમ્પેનમાં ભાગ લે છે અને સપોર્ટ કરે છે, પરંતુ સરકારે તેમને પણ કંઈ પૂછવાની જરૂર ના સમજી.મોટા મોટા પ્રોડ્યૂસર્સે કહ્યું હતું કે સરકારે આ નિર્ણય અચાનક જ લીધો છે, પરંતુ વાસ્તવમાં નાણા મંત્રી સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં લોકસભામાં The Tribunals Reforms (Rationalisation and Conditions of Service) Bill, 2021 રજૂ કર્યું છે. બજેટ સત્રમાં આ બિલને મંજૂર કરવા માટે ચર્ચા માટે લાવવામાં આવ્યું નહોતું. આથી હવે ઓર્ડિનન્સ રિલીઝ કરવામાં આવ્યો છે.

    ભારતીય ફિલ્મની સેન્સરશિપમાં સુધારો લાવવા માટે શ્યામ બેનેગલ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ ભલામણ કરી હતી કે સામાન્ય જનતામાં જે લોકો ફિલ્મ અંગે વિરોધ કરવા માગે છે, તેમણે આ ટ્રિબ્યૂનલમાં અરજી કરવાની મંજૂરી આપવામાં આવતી હતી, જેને કારણે ન્યાયી પ્રણાલી પર કાર્યભાર ઓછું થશે અને માત્ર પ્રસિદ્ધિ માટે કોર્ટમાં જનારા લોકો પર અંકુશ આવશે.




Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121