માત્ર 3 દિવસમાં આ ગેમ માટે 10 લાખ રજિસ્ટ્રેશન થયા, આ પ્રથમ મેડ ઈન ઈન્ડિયા બેટલ રોયલ ગેમ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-03 13:04:47
  • Views : 316
  • Modified Date : 2020-12-03 13:04:47

  • ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમ માટે 30 નવેમ્બરથી પ્રી રજિસ્ટ્રેશન શરૂ થયુંPUBG બૅન થયા બાદ અક્ષય કુમારે FAU-G ગેમનું એલાન કર્યું હતુંFAU-G મોબાઈલ ગેમ માટે 3 દિવસમાં 10 લાખથી વધારે પ્રી રજિસ્ટ્રેશન થયા છે. આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર પર FAU-G: Fearless and United Guards નામથી લિસ્ટેડ છે. આ ગેમ ઓક્ટોબર મહિનામાં લોન્ચ થવાની હતી, પરંતુ અત્યાર સુધી તેની રાહ જોવાઈ રહી હતી.

  • આ ગેમને સ્ટુડિયો nCore પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે. FAU-G પહેલાં આ કંપનીએ Tappi ગેમ પણ બનાવી છે. FAU-G ગેમનું એલાન અક્ષય કુમારે કર્યું હતું. આ પ્રથમ મેડ ઈન ઈન્ડિયા બેટલ રોયલ ગેમ પણ છે. આ ગેમ માટે અક્ષય કુમારે કહ્યું હતું કે, PUBG બૅન થઈ ગઈ તો ચિંતા કરવાની જરૂરિયાત નથી, હવે તેઓ આત્મનિર્ભર ભારત અભિયાનનું સમર્થન કરતા નવી ગેમ FAU-Gની મજા માણી શકશે.ટીઝરની સરખામણીએ પ્લે સ્ટોર લિસ્ટિંગમાં તેની ડિટેલ્સ જોવા મળે છે. ભારતમાં FAU-G ગેમ PUBGને ટક્કર આપશે. આ ગેમની જાહેરાત સપ્ટેમ્બર મહિનામાં PUBG સહિત 117 ચાઈનીઝ એપ્સ પર બૅન થયાના 2 દિવસ પછી થઈ હતી. PUBG માટે એક ભારતીય વિકલ્પથી અધિક FAU-Gને રમત તરીકે દેશભક્તિ માટે વેગ આપવામાં આવી રહ્યો છે, જે સશસ્ત્ર બળોના યોગદાન યાદ અપાવે છે.

    •     FAU-Gનું આખું નામ ‘ફિયરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ’ છે. હવે તે પ્રી રજિસ્ટ્રેશન માટે ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ છે.પ્રી રજિસ્ટ્રેશન કરાવનાર યુઝર્સને ગેમ ડાઉનલોડ માટે અવેલેબલ હશે ત્યારે પુશ મેસેજ મળશે.એલિજિબલ ડિવાઈસમાં ગેમ ઓટોમેટિકલી ડાઉનલોડ અને ઈન્સ્ટોલ થશે.જોકે હાલ ડાઉનલોડ સાઈઝ અને વર્ઝન વિશે કોઈ ડિટેલ્સ સામે આવી નથી.ટીઝર પ્રમાણે આ ગેમમાં LAC (લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ) સાથે ભારતીય અને ચાઈનીઝ સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીના સંઘર્ષનું અનુકરણના લેવલ હોઈ શકે છે.પરંતુ હવે માલુમ પડે છે કે ગેમ ભારતીય સૈનિકોની આસપાસ ભારતની ઉત્તર સીમા પર કેન્દ્રિત હશે.કેરેક્ટર્સમાં ખતરનાક ક્ષેત્રો પર ફિલ્ડ પર રહેલા ભારતીય સૈનિકોના એલિટ ગ્રૂપને FAU-G કમાન્ડો કહેવામાં આવશે.FAU-G ગેમને બેંગલોરના nCore Games દ્વારા બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર સાથે મળી ડેવલપ કરવામાં આવી છે.ગેમનું પ્રથમ ટીઝર 25 ઓક્ટેબરે લોન્ચ થયું હતું. ગેમનું લોન્ચિંગ પણ ઓક્ટોબરમાં જ થવાનું હતું, પરંતુ કોઈ કારણોસર તે પાછું ઠેલાયું હતું.તે સમયે ડેવલપર્સે તેને નવેમ્બરમાં રિલીઝ કરવાની જાહેરાત કરી હતી.
        •     બંને ગેમ લોન્ચિંગ માટે તૈયારી કરી રહી છે. બેને ગેમને 'coming soon' સાથે ટીઝ કરવામાં આવી રહી છે.FAU-G ગેમને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ડેવલપ કરાઈ છે. nCore Gamesએ કહ્યું કે ગેમથી જનરેટ થનારી રેવેન્યૂનો 20% ભાગ ભારતના વીરોને સમર્પિત કરવામાં આવશે, જે સરકાર દ્વારા સૈનિકોના પરિવાર માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યો છે, જે ડ્યુટી દરમિયાન શહીદ થાય છે.

Download Our B K News Today App



Related News