જે ઘરેથી આજે દીકરીની ડોલી નીકળવાની હતી ત્યાંથી પિતાની અર્થી ઊઠી, મહેંદીવાળા હાથે દીકરીએ પિતાને કાંધ આપી, ભાવાત્મક દૃશ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 12:36:49
  • Views : 1835
  • Modified Date : 2020-12-07 12:36:49

    વેરાવળમાં લોહાણા રઘુવંશી વેપારીની લાડકવાયી દીકરીના આજે લગ્ન હોવાથી છેલ્‍લા ઘણા દિવસોથી પરિવાર હર્ષોલ્‍લાસ સાથે લગ્‍ન સમારોહની તૈયારીઓ કરી રહ્યો હતો. દરમિયાન ગઇકાલે રવિવારે બપોરે એકાએક દીકરીના પિતાની તબિયત લથડી જતાં તેમને સારવાર અર્થે રાજકોટ લઇ જવાઈ રહ્યા એ દરમિયાન રસ્‍તામાં જ હાર્ટ-અટેકથી તેમનું મૃત્યુ થતાં રઘુવંશી પરિવારમાં ખુશીનો માહોલ એકાએક ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. દીકરીના પિતાના એકાએક અવસાન બાદ બન્‍ને પરિવારોએ સામૂહિક રીતે હાલ લગ્‍ન પ્રસંગ મુલત્‍વી રાખવાનો કપરો નિણર્ય લીધો હતો.સમાજમાં હળવા સાથે સૌકોઇના હૃદયને હચમચાવી નાખે એવી ગમગીનીભરી ઘટનાની વિગત મુજબ વેરાવળ શહેરના બિહારીનગરમાં રહેતા અને જંતુનાશક દવાના રઘુવંશી વેપારી અશોકભાઇ પ્રાણજીવનદાસ તન્ના (ઉં.વ.62) નિસંતાન હોવાથી તેમના નાના ભાઇની દીકરી આયુશીને બાળપણથી જ પોતાની પાસે અત્રે વેરાવળ રાખી પ્રેમ-સ્‍નહેથી ઉછેરીને ભણાવી-ગણાવી મોટી કરી હતી. દીકરી અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. આ દીકરી આયુશીના લગ્ન આજે તા.7 ના રોજ લેવાયા હોવાથી રઘુવંશી પરિવાર લાડકવાયી દીકરીના લગ્‍ન સમારોહની જુદી-જુદી વિધિઓની ઉત્‍સાહભેર તૈયારી કરી રહ્યો હતો.


    લાડકવાયી દીકરીનું કન્યાદાન કરવા પિતાના હૈયે હરખ સાથે ખુશી છલકાતી જોવા મળતી હતી. દર મિયાન દીકરીના લગ્‍નના આગલા દિવસે એટલે કે રવિવારે સવારે વેપારી અશોકભાઇ તન્‍નાની એકાએક તબિયત બગડતાં શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી, જેથી વેરાવળની ખાનગી હોસ્‍પિટલે લઇ જવાયા હતા, જ્યાં તબીબે વધુ સારવાર અને રિપોર્ટ અર્થે રાજકોટ લઇ જવાનું જણાવ્યું હતું. પરિવારજનો તરત એમ્‍બ્‍યુલન્‍સ મારફત રાજકોટ લઇ જઇ રહ્યા હતા ત્‍યારે ગોંડલ આસપાસ અશોકભાઇનું મૃત્યુ થયું હતું. આ સમાચારથી ખુશીમાં થનગનતા રઘુવંશી પરિવાર તથા લોહાણા સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ હતી.વેપારી અશોકભાઇના પાર્થિવદેહને રાત્રિના દસેક વાગ્‍યે તેમના નિવાસસ્‍થાને લઇ આવવામાં આવ્યો ત્‍યારે પરિવારજનોના હૃદયફાટ આક્રંદનાં દૃશ્‍યો જોઇ ત્‍યાં હાજર સૌકોઇની આંખો ભીની થઇ ગઇ હતી. ત્‍યાર બાદ લાડકી દીકરી આયુશીએ અશ્રુઓની વહેતી ધરા સાથે તેના સ્‍વર્ગસ્‍થ પિતાને કાંધ આપી સ્‍મશાનયાત્રામાં જોડાઇ સ્‍મશાનઘાટ ખાતે જઇ અગ્‍ન‍િદાહ આપ્યો હતો.




Download Our B K News Today App



Related News