ખેડૂતોની સરકાર સાથે વાતચીત શરૂ; સરકાર કાયદામાં સુધારો કરવા તૈયાર, ખેડૂતો કાયદો પાછો લેવા માટે અડગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-05 15:09:59
  • Views : 467
  • Modified Date : 2020-12-05 15:09:59

    કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનો આજે 10મો અને મહત્વનો દિવસ છે. ખેડૂતોની સરકાર સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે.દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચાલી રહેલી મીટિંગમાં 40 ખેડૂતો સામેલ છે. સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવેમંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ ખેડૂતો સાથે વાત કરી રહ્યાં છે. મીટિંગ પહેલા ખેડૂતોએ એક વાર ફરી કહ્યું કે, કૃષિ કાયદામાં ફેરફારથી કામ નહીં ચાલે, સરકારે ત્રણેય કાયદા પાછા લેવા જોઈએ.ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે ખેડૂતોનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય ચાલુ રાખવાની લેખિત ગેરેંટી આપવા અને કૃષિ બિલના જે પ્રોવિજન્સ પર ખેડૂતોને વાંધો છે, તેમાં સુધારો કરવા માટે પણ તૈયાર છે. પણ ખેડૂત ત્રણ કાયદા પાછા લેવાની માંગ પર અડગ છે.ટીકરી-કુંડલી બોર્ડર પર આંદોલન કરી રહેલા 170થી ખેડૂતોને તાવ અને ખાંસી છે. અહીં લાગેલા કેમ્પમાં હજારો ખેડૂતો દવા લઈ રહ્યા છે. અપીલ છતાં ખેડૂતો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા નથી. ત્રણ ખેડૂતોનાં મોત થઈ ચૂક્યાં છે. સમર્થન આપવા પહોંચેલા મહમ ધારાસભ્ય બલરાજ કુંડુ કોરોના પોઝિટિવ થયા છે. હરિયાણા ભાકિયુના પ્રવક્તા રાકેશ બૈંસે જણાવ્યું હતું કે ખેડૂતોને અપીલ કરી રહ્યા છે કે તબિયત ખરાબ થતાંની સાથે ચેકઅપ કરીને દવા લે. જેમને તાવ છે તે કોરોના ટેસ્ટ પણ કરાવે. લગભગ એક હજાર ખેડૂતો દવા લઈ ચૂક્યા છે.

    અરજદારે કહ્યું હતું કે ખેડૂતોને દિલ્હી સરહદ પરથી તાત્કાલિક હટાવવાના આદેશ આપવામાં આવે, કારણ કે પ્રદર્શનકારીઓને કારણે કોરોનાનું જોખમ વધી શકે છે. પિટિશનરના વકીલ ઓમ પ્રકાશ પરિહારે આ માહિતી આપી છે. જોકે આ અરજી પર સુનાવણીનો દિવસ નક્કી થયો નથી.ખેડૂત આંદોલન માટેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના નિવેદન અંગે વિદેશ મંત્રાલયે સખત નારાજગી વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય ખેડૂતો અંગે કેનેડાના નેતાઓના નિવેદન અમારા આંતરિક મામલામાં દખલગીરી છે, જેને ચલાવી લેવાશે નહીં. આવું જ રહેશે તો બન્ને દેશના સંબંધને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. આ સાથે જ ભારતે કેનેડાના હાઈ કમિશનરને પણ બોલાવ્યા છે. ટ્રુડોએ ગુરુનાનક જયંતીના દિવસે ભારતના પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરી કહ્યું હતું કે સ્થિતિ ચિંતાજનક છે. તેઓ હંમેશાં શાંતિપૂર્ણ વિરોધના પક્ષમાં રહેશે.


MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ તો બંધ નહીં થઈ જાય?MSP યથાવત્ હતી, છે અને રહેશે.
APMC એટલે કે એગ્રિકલ્ચર પ્રોડ્યુસર માર્કેટ કમિટી સમાપ્ત તો નહીં થઈ જાય?પ્રાઈવેટ મંડી આવશે, પરંતુ અમે APMCને પણ મજબૂત બનાવીશું.
મંડીની બહાર ટ્રે઼ડ માટે PAN કાર્ડ તો કોઈપણ મેળવી લેશે અને એના પર ટેક્સ પણ નહીં લાગેસરકારનો વાયદો- ટ્રેડરના રજિસ્ટ્રેશનને ફરજિયાત કરીશું.
મંડીની બહાર ટ્રેડ પર કોઈ ટેક્સ નહીં લાગે?APMC મંડી અને પ્રાઈવેટ મંડીમાં ટેક્સ એકસરખો રાખવા પર વિચાર કરીશું.
વિવાદ SDMની કોર્ટમાં ન જાય, એ નાની કોર્ટ છે.ઉપલી અદાલતમાં જવા અંગેના હક્ક અંગે વિચાર કરીશું.
નવા કાયદાથી નાના ખેડૂતોની જમીન મોટા લોકો પચાવી લેશે.ખેડૂતોની સુરક્ષાનો સંપૂર્ણપણે ખ્યાલ છે. તેમ છતાં શંકા છે તો સમાધાન માટે તૈયાર છીએ.
વીજળી સુધારા બિલ અને પરાળી સળગાવવા અંગેની સજાને લઈને પણ અમારો વિરોધ છે.સરકાર વિચાર કરવા અંગે સંપૂર્ણ રીતે તૈયાર છે.

    ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે યુપી ગેટ પર ખેડૂતોની મહાપંચાયતને સંબોધતા ખેડૂતોનું ઉત્પાદન એમએસપીથી ઓછી કિંમતે ખરીદનારા લોકોને કેદની સજા કરવાની બંધારણીય જોગવાઈ કરવાની માગ કરી અને કહ્યું હતું કે એમએસપી મુદ્દે કોઈ સમાધાન નહીં થાય.

Download Our B K News Today App



Related News