સરકાર આંશિક ઝૂકી, ખેડૂતોને લેખિતમાં પ્રસ્તાવ આવ્યો; ખેડૂત સંગઠન ચર્ચા કરીને જવાબ આપશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 12:40:15
  • Views : 391
  • Modified Date : 2020-12-09 12:40:15

    ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 14મો દિવસ છે. મંગળવારે ભારત બંધ પછી ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતો સાથે વાટા ઘાટની કમાન સંભાળી હતી. બુધવારે સવારે કેન્દ્રીય કેબિનેટની મીટિંગ મળ્યા પછી સરકારે વિધિવત રીતે પહેલીવાર ખેડૂતોની માંગણીના સંદર્ભમાં લેખિતમાં પ્રસ્તાવ આપ્યો છે. એ રીતે જોઈએ તો સરકાર પહેલીવાર ખેડૂત સામે આંશિક રીતે ઝૂકી છે. ખેડૂતો અત્યારે સરકારના લેખિત પ્રસ્તાવનો અભ્યાસ કરીને પછી સરકારને જવાબ આપશે.ઓલ ઈન્ડિયા ખેડૂત સભાના મહાસચિવ હન્નાન મોલાએ કહ્યું કે, સરકાર જો સુધારાની વાત કરી રહી છે, તો અમારો જવાબ સ્પષ્ટ છે. સુધારો નહીં પણ, કાયદો પાછો લેવાનો લેખિતમાં વિશ્વાસ મળશે તો જ વિચારીશું. સરકારની ચિઠ્ઠી આવશે અને અમને પોઝિટીવ લાગશે તો જ આવતીકાલે મીટિંગ કરીશું.ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકાર જે ડ્રાફ્ટ મોકલશે, તેની પર ચર્ચા પછી નક્કી કરીશું કે આગળ શું કરવાનું છે. આશા છે કે આજે સાંજે 4-5 વાગ્યા સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.બેઠક માટે 5 ખેડૂત નેતાઓને બોલાવવામાં આવ્યા હતા, પછી 13 મળ્યા. અમુક ખેડૂતોએ એવું કહીને વિરોધ કર્યો કે એક દિવસ પહેલાં બેઠક શા માટે અને 40ની જગ્યાએ 13 સભ્યો જ કેમ? બેઠક પહેલાં શાહના ઘરે હતી, છેલ્લી ઘડીએ સમયમાં સ્થળ બદલીને ICAR ગેસ્ટ હાઉસ નક્કી કરી દેવાઈ. એવામાં 2 ખેડૂત બેઠકમાં જોડાઈ ન શક્યા અને બાકીના ખેડૂતોએ તેમના વગર જ ચર્ચા શરૂ કરવાનો ઈન્કાર કરી દીધો. ત્યાર પછી પોલીસ એ 2 ખેડૂતને અસ્કોર્ટ કરીને રાતે લગભગ 6.15 વાગ્યે લઈને આવી.

    મીટિંગમાં શાહ ઘણા એક્સપર્ટ્સને બોલાવી રહ્યા હતા, જે ખેડૂતોને સમજાવી રહ્યા હતા કે કયા ફેરફારની આગળ જઈને શું અસર થશે. એમ છતાં પણ ખેડૂત નેતા તેમની આપત્તિઓ નોંધાવી રહ્યા હતા, એટલા માટે સૂચનના આધારે વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.20 રાજકીય પક્ષ ખેડૂતોની માગનું સમર્થન કરી રહ્યા છે. મંગળવારે ખેડૂતોના ભારત બંધમાં પણ વિપક્ષે ભાગ લીધો હતો. વિપક્ષના 5 નેતા આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે, જેમાં રાહુલ ગાંધી અને શરદ પવાર પણ સામેલ થશે.આંદોલનમાં સામેલ થવા માટે દિલ્હી બોર્ડર તરફ જઈ રહેલા લોકોને દિલ્હી-અમૃતસર હાઈવેના એક પેટ્રોલ પમ્પ પર ફ્રી ડિઝલ આપવામાં આવી રહ્યું છે. શિરોમણી અકાલી દળના કાર્યકર્તાઓનું કહેવું છે કે પંજાબના વધુમાં વધુ લોકો આંદોલનમાં સામેલ થઈ શકે.


Download Our B K News Today App



Related News