પંજાબના પૂર્વ CM પ્રકાશ સિંહ બાદલે પદ્મવિભૂષણ પરત કર્યો, ખેડૂતોના સમર્થનમાં નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-03 14:05:22
  • Views : 372
  • Modified Date : 2020-12-03 14:05:22

    કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે આઠમો અને મહત્વનો દિવસ છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલે ખેડૂતોના સમર્થનમાં પદ્મવિભૂષણ પરત કર્યો છે. બાદલને 2015માં પદ્મ વિભૂષણ મળ્યો હતો. અકાલી દળ 22 વર્ષથી NDA સાથે હતું, પણ કૃષિ કાયદાના વિરોધમાં 2 મહિના પહેલા NDAથી અલગ થઈ ગયું હતું.ખેડૂત અને સરકાર વચ્ચે વિજ્ઞાનભવનમાં ચર્ચા ચાલી રહી છે. 40 ખેડૂત નેતા વિજ્ઞાન ભવન પહોંચી ચુક્યા છે. સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અધ્યક્ષતા કરી રહ્યાં છે મીટિંગ પહેલા તોમરે કહ્યું કે, ખેડૂતો સાથે ચર્ચાનું સકારાત્મક પરિણામ આવશે.તો આ તરફ ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત પછી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું કે, ગૃહ મંત્રીને અપીલ કરી છે કે ખેડૂતોની સમસ્યાનો ઝડપથી નિવેડો લાવો. આ મુદ્દાથી પંજાબની ઈકોનોમી અને દેશની સુરક્ષા પ્રભાવિત થઈ રહી છે. ખેડૂતોને પણ અપીલ કરી છે કે ઝડપથી મામલાનું નિરાકરણ લાવે.

    બેઠકમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય તથા ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમપ્રકાશ પણ હાજર રહેશે. સોમપ્રકાશે કહ્યું કે, વાતચીતથી એવું સમાધાન થવાની આશા છે જે ખેડૂતો અને સરકારને પણ મંજૂર હોય. સરકાર કહી ચુકી છે કે MSPની વ્યવસ્થા ચાલું રહેશે અને આ વાત લેખિતમાં આપવા માટે પણ રાજી છે.1લી ડિસેમ્બરે સરકારે પંજાબ અને UPના ખેડૂતો સાથે અલગ અલગ વાત કરી હતી. આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ખેડૂત નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે સરકાર સમાધાનની જગ્યાએ કાવતરું ઘડી રહી છે. તે ખેડૂતો સાથે અલગ અલગ બેઠક કરીને ભાગલા પાડવા માગે છે. ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે સરકાર સાથે હવે અલગ અલગ નહીં, પણ એકસાથે મીટિંગ કરીશુંખેડૂતોની સરકાર સાથે આજે ચોથી અને દિલ્હી બોર્ડર પર આંદોલન શરૂ કર્યા પછી બીજી વાતચીત હશે. આ મીટિંગ માટે સરકાર અને ખેડૂત બુધવારે આખો દિવસ સ્ટ્રેટેજી બનાવતાં રહ્યાં. ખેડૂતોએ 5 વખત અને સરકારે 2 વખત બેઠક કરી. ખેડૂતોએ કૃષિ કાયદામાં આપત્તિઓનો 10 પેજનો દસ્તાવેજ તૈયાર કર્યો છેઆ તરફ કુંડલી બોર્ડર પહોંચેલા UPના ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ બુધવારે પંજાબનાં સંગઠનો સાથે બેઠક કરી, સાથે જ ક્રાંતિકારી ખેડૂત યુનિયનના અધ્યક્ષ દર્શન પાલે પ્રેસ-કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે સરકાર કાયદાને સમાપ્ત કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે. તેમણે કહ્યું હતું કે 5 ડિસેમ્બરે દેશભરમાં દેખાવ કરવામાં આવશે.સવારે સ્ટેજની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ નવયુવાન વોલન્ટિયર્સને કામે લગાડી દેવામાં આવશે, એ લોકો જુએ છે કે સ્ટેજની આસપાસ કોઈ ખોટું તત્ત્વ અથવા રમખાણકાર ન પહોંચી જાય. સ્ટેજ પર કોઈના માટે ખુરશી મૂકવામાં આવી નથી. કોને સ્ટેજ પર બોલવાનું છે, કેટલા સમય માટે બોલવાનું છે, એ પણ જોઈન્ટ કમિટી નક્કી કરે છે. બહારથી આવેલી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની વ્યક્તિ અથવા કલાકારોને સ્ટેજ પર બોલવાનો નિર્ણય પણ કમિટી કરે છે.




Download Our B K News Today App



Related News