કેજરીવાલ સિંધુ બોર્ડર પર ખેડૂતોને મળ્યા, કહ્યું- કેન્દ્રએ 9 સ્ટેડિયમને જેલ બનાવવા માટે દબાણ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 11:52:36
  • Views : 425
  • Modified Date : 2020-12-07 11:52:36

    ત્રણ નવા ખેડૂત કાયદાને પાછા લેવાની માગ સાથે દિલ્હીની સરહદ પર ખડેપગે ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે.તો આ તરફ કેજરીવાલ ખેડૂતોને મળવા માટે સિંધુ બોર્ડર પહોંચ્યા છે. તેમની સાથે મનીષ સિસોદીયા પણ છે.તેમણે કહ્યું કે, ‘ખેડૂતોનો મુદ્દો અને સંઘર્ષ યોગ્ય છે. અમે ખેડૂતોના સંઘર્ષમાં શરૂઆતથી જ સાથે રહ્યાં છીએ. કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસે અમારી પાસે 9 સ્ટેડિયમને જેલ બનાવવાની મંજૂરી માંગી હતી. અમારી પર દબાણ કર્યું હતું, પણ અમે મંજૂરી નહોતી આપી’ કેન્દ્ર ઈચ્છે છે કે ખેડૂતો દિલ્હી આવે અને તેમને જેલમાં નાંખી દે.

  •     લખનઉમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના ઘરની બહાર પોલીસ લગાવી દેવાઈ છે. અખિલેશ આજે ખેડૂતોના સમર્થનમાં કન્નૌજના ધરણાસ્થળ પર જવાના છે.નોઈડાથી દિલ્હી જવા માટે ચિલ્લા બોર્ડરથી એન્ટ્રી બંધ છે. ટ્રાફિક પોલીસે કહ્યું કે, દિલ્હી આવવા માટે નોઈડા લિંક રોડની જગ્યાએ DNDનો ઉપયોગ કરો.ખેડૂત પહેલાં જ કહી ચૂક્યા છે કે 8 ડિસેમ્બર એટલે કે મંગળવારે ભારત બંધ કરશે, જેના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષ અને 10 ટ્રેડ યુનિયન્સ ઊતરી આવ્યા છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ 9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માગ્યો છે. તો આ તરફ ખેડૂત નેતા બલદેવ સિંહ નિહાલગઢે જણાવ્યું હતું કે મંગળવારે બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નવાળી ગાડીઓ અવરજવર કરી શકશે.NH-24 પર ગાજીપુર બોર્ડર બંધ છે. ગાઝિયાબાદથી દિલ્હી આવનારને NH-24ની જગ્યાએ અપ્સરા, ભોપરા અથવા DNDના રસ્તે આવવાની સલાહ આપવામાં આવી છે.
  •     ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાયેલી પાંચમા તબક્કાની વાતચીત પછી પણ કોઈ રસ્તો નીકળી શક્યો નથી. પોતાની માગ અંગે દિલ્હીની ઘણી બોર્ડર પર ખેડૂતોએ ધામા નાખ્યા છે. 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત પણ કરી ચૂક્યા છે. તેમનો હવે પછીનો ટાર્ગેટ બદરપુપ બોર્ડરને બંધ કરવાનો છે. આ અંગે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે. પોલીસ પણ પોતાના સ્તરે ખેડૂતોની સ્ટ્રેટેજી જાણવાનો પ્રયાસ કરી રહી છે.હરિયાણાના લોકો દિવસ-રાત ખેડૂતોની સેવામાં લાગી ગયા છે. આંદોલનમાં આવેલી મહિલાઓ અને ખેડૂતો માટે દિલ્હી બોર્ડર પાસે આવેલા હરિયાણાનાં ઘણાં ગામના લોકોએ તેમના દરવાજા ખોલી દીધા છે. તેમણે પંજાબની મહિલાઓને તેમનાં ઘરે રહેવા, સૂવા, નાહવા માટે દરેક પ્રકારની સુવિધા આપી છે. અમુક મહિલાઓએ તો એવું પણ કહી દીધું કે હરિયાણામાં એવું સન્માન મળી રહ્યું છે જેવું સાસરીમાં જમાઈને મળે છે. રહેવા, જમવા અને પહેરવા માટે કપડાં પણ આપ્યાં.

        આંદોલનમાં બાળકો અને મહિલાઓથી માંડી વૃદ્ધા સુધી સામેલ છે. આંદોલનમાં પોતાની ભૂમિકા પર વાત કરવા માટે મહિલાઓ મોબાઈલ એપ દ્વારા મીટિંગ કરે છે. લગભગ 70 વર્ષના એક વૃદ્ધ કહે છે કે પંજાબ મોટા ભાઈ અને હરિયાણા નાના ભાઈ છે, બન્ને સાથે છે તો હવે પાઠ ભણાવી જ દઈશું. એક વૃદ્ધે કહ્યું, જોશ સાથે હોશ જરૂરી છે. આ ભવિષ્યની લડાઈ છે, શાંતિથી લડવામાં આવશે.આંદોલનમાં બાળકો અને મહિલાઓથી માંડી વૃદ્ધા સુધી સામેલ છે. આંદોલનમાં પોતાની ભૂમિકા પર વાત કરવા માટે મહિલાઓ મોબાઈલ એપ દ્વારા મીટિંગ કરે છે. લગભગ 70 વર્ષના એક વૃદ્ધ કહે છે કે પંજાબ મોટા ભાઈ અને હરિયાણા નાના ભાઈ છે, બન્ને સાથે છે તો હવે પાઠ ભણાવી જ દઈશું. એક વૃદ્ધે કહ્યું, જોશ સાથે હોશ જરૂરી છે. આ ભવિષ્યની લડાઈ છે, શાંતિથી લડવામાં આવશે.





Download Our B K News Today App



Related News