સિંઘુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસની બેઠક ચાલુ, 26 જાન્યુઆરીના ટ્રેક્ટર માર્ચ પર ચર્ચા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-19 12:11:58
  • Views : 457
  • Modified Date : 2021-01-19 12:11:58

    કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનનો આજે 55 મો દિવસ છે. આવતીકાલે 26 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં ખેડૂત ટ્રેક્ટર માર્ચ પર સુનાવણી હાથ ધરવામાં આવશે. પરંતુ, આ પહેલા, આજે ખેડુતો અને દિલ્હી પોલીસ મીટિંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, પોલીસ નિર્ણય લેશે કે ખેડૂતોને દિલ્હીમાં એન્ટ્રી આપવામાં આવશે કે કેમ. કારણ કે, તે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે.

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બપોરે 1.30 વાગ્યે દિલ્હીના કોંગ્રેસના મુખ્યાલયમાં કૃષિ કાયદાના મુદ્દા પર સરકાર પર પ્રહાર કરશે. તેઓ કૃષિ કાયદા અંગેના બુકલેટ પણ બહાર પાડશે. ખેડુતો અને સરકાર વચ્ચે 11 મો રાઉન્ડની વાટાઘાટો આજે યોજાવાની હતી, પરંતુ સરકારે સોમવારે રાત્રે કહ્યું કે બેઠક મંગળવારને બદલે બુધવારે યોજાશે. અગાઉ, 10 રાઉન્ડમાંથી 9 બેઠકો અનિર્ણિત હતી.


Download Our B K News Today App



Related News