ખેડૂતોએ અંબાલા અને કરનાલમાં ટોલ ફ્રી કર્યો; દિલ્હી-જયપુર હાઈવે જામ કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 14:28:44
  • Views : 354
  • Modified Date : 2020-12-12 14:28:44

    કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર અડગ ખેડૂતોએ આંદોલન તીવ્ર બનાવી દીધું છે. જાહેરાત મુજબ ખેડૂતોએ ટોલ પ્લાઝા ફ્રી કરવાની શરૂઆત કરી દીધી છે. અંબાલાના શંભૂ ટોલ પ્લાઝા પર વાહનો ટોલ ચૂકવ્યા વગર પસાર થઈ રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે, સરકાર સાથે વાતચીતના દરવાજા ખૂલ્યા છે, નિમંત્રણ આવશે તો જરૂર વાત કરીશું.ખેડૂત આંદોલનમાં દેશ વિરોધી લોકોને ઘુસવાના આરોપો અંગે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ઈન્ટેલિજેન્સે તેમને પકડવા જોઈએ. જો બેન ઓર્ગેનાઈઝેશન્સના લોકો આપણી વચ્ચે ફરી રહ્યાં છે તો તેમને જેલમાં નાંખી દેવા જોઈએ. અમને આવું કોઈ મળ્યું નથી, જો જોવા મળશે તો બહાર કાઢી દઈશું.ખેડૂતોના ટોલ ફ્રી કરવાની ચેતવણીને ધ્યાનમાં રાખતા ફરીદાબાદ પોલીસ દિલ્હી-હરિયાણાના રસ્તામાં આવતા 5 ટોલ પ્લાઝા પર 3500 પોલીસકર્મી તહેનાત કરશે. બદરપુર, ગુરુગ્રામ-ફરીદાબાદ, કુંડલી-ગાઝિયાબાદ-પલવલ, પાલી ક્રશન ઝોન અને ધૌન ટોલ પ્લાઝા પર પ્રદર્શનકારીઓ પર વોચ રાખવામાં આવશે. પોલીસનું કહેવું છે કે દરેકનું સન્માન કરીએ છીએ, પણ કાયદો વ્યવસ્થા બગડશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે.

    આંદોલનમાં સામેલ થવા માટે પંજાબના અલગ અલગ જિલ્લાના 50 હજાર ખેડૂત શુક્રવારે દિલ્હી માટે રવાના થયા હતા. તેઓ આજે સાંજ સુધીમાં કુંડલી બોર્ડર પહોંચશે. ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા આ લોકો અમૃતસર, તરનતારન, ગુરદાસપુર, જલંધર, કપૂરથલા અને મોગા જિલ્લાના છે.શિયાળા અને કોરોના છતાં ખેડૂત 17 દિવસથી દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે. ટીકરી અને સિંધુ બોર્ડર પર એક એક કરીને અત્યારસુધી 11 ખેડૂતનાં મોત થઈ ચૂક્યા છે. તેમનાં મોત પેટ કે છાતીમાં દુખાવાને કારણે થઈ રહ્યાં છે. શિયાળામાં આકાશ નીચે બેઠેલા ખેડૂતો સતત બીમાર પડી રહ્યા છે.ખેડૂતોએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે નવા કાયદા તેમને કોર્પોરેટના વિશ્વાસે મૂકી દેશે. આ કાયદા ઉતાવળમાં લેવાયા છે. આ ગેરકાયદે અને મનમાની પ્રમાણેના છે, એટલા માટે એને રદ કરી દેવામાં આવે.



Download Our B K News Today App



Related News