કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું- નવા કાયદા ખેડૂતોના હિતમાં, સરકાર ખુલ્લાં મને ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 17:10:57
  • Views : 360
  • Modified Date : 2020-12-10 17:10:57

    નવા ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 15મો દિવસ છે. ખેડૂતોને મનાવવા માટે 6 રાઉન્ડની વાતચીત પછી સરકારનો લેખિત પ્રયાસ પણ બુધવારે નિષ્ફળ રહ્યો. સરકારે ખેડૂત કાયદામાં ફેરફાર કરવા સહિત 22 પાનાંનો પ્રસ્તાવ ખેડૂતોને મોકલ્યો હતો, પણ વાતનો નિવેડો આવવાની જગ્યાએ વાત બગડી ગઈ. ખેડૂતોએ સરકારી કાગળિયાઓને ફગાવી દીધા અને કહ્યું હતું કે હવે આંદોલન વેગ પકડશે.તેઓ દેશભમાં હાઈવે જામ કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકારનો ઈન્ટરસ્ટ માત્ર વિરોધ ખતમ કરવામાં છે. પણ આંદોલન ત્યાં સુધી ખતમ નહીં કરવામાં આવે, જ્યાં સુધી ત્રણેય કાયદા પાછા નહીં લેવામાં આવે. ટિકૈતે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર અલગથી બિલ લાવવાની માગ પણ કરી છે. કાયદાની એ જોગવાઈ જેના માટે ખેડૂતોને વાંધો છે તેની પર સરકાર ખુલ્લા મને વિચાર કરવા માટે સહમત છે. અમુક લોકોએ એવું પણ કહ્યું કે, આ કાયદો યોગ્ય નથી. આ કાયદાથી MSP પર અસર થશે. અમે પ્રસ્તાવ આપ્યો કે રાજ્ય સરકાર ખાનગી મંડીઓની વ્યવસ્થા પણ લાગૂ કરી શકે છે. અમારા કાયદામાં એવું હતું કે પાનકાર્ડથી ખરીદી થઈ શકશે. પાનકાર્ડથી ખરીદી અંગે ખેડૂતોની આશંકાના સમાધાન માટે પણ અમે માની ગયા. કૃષિ મંત્રીએ કહ્યું કે, તેમનો મુદ્દો હતો કે વિવાદનો નિવેડો લાવવા માટે SDMને સામેલ કર્યા છે. નાનો ખેડૂત હશે નાના વિસ્તારનો હશે તો જ્યારે તે ન્યાયલય જશે તો ત્યાં સમય લાગી જશે. અમે લોકોએ તેના સમાધાન માટે પણ ન્યાયાલયમાં જવાનો વિકલ્પ આપ્યો.


    ખેડૂત કાયદા અંગે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે, તેમણે કહ્યું કે, સંસદના સત્રમાં સરકાર કૃષિ સાથે જોડાયેલા ત્રણ કાયદા લઈને આવી હતી. આ કાયદા માટે સંસદમાં તમામ પક્ષોના સાંસદોએ પોતાનો પક્ષ રાખ્યો હતો. લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર થયું હતું. ચર્ચા દરમિયાન તમામ સાંસદોએ તેમના વિચાર રાખ્યા.આ ત્રણ કાયદા આજે દેશભરમાં લાગૂ છે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ત્રણ ખેડૂત કાયદા ખેડૂતોની આવક વધારવા માટે છે. નક્કી સમયમાં ચુકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોની જમીન સુરક્ષિત રાખવાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નવો ખેડૂત કાયદો ખેડૂતોના હિતમાં છે. મંડીની બહાર જઈને પણ ખેડૂતોને છૂટ આપવામાં આવી છે. સરકાર ખેડૂતોને મનાવવામાં લાગી ગઈ છે, તો આ તરફ ખેડૂત દેશભરમાં હાઈવે જામ કરવાની તૈયારી કરી રહ્યાં છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા મંજીત સિંહે કહ્યું કે, સરકાર અમારા આંદોલનને નબળુ કરવા માંગે છે. પણ આમા સામેલ થવા માટે ઘણા ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યાં છે. અમે દિલ્હીના લોકોને પણ સપોર્ટ કરવાની અપીલ કરી રહ્યાં છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર આજે ખેડૂતોને આંદોલન ખતમ કરવા અને સાથે મળીને નિવેડો લાવવાની અપીલ કરશે. કૃષિ મંત્રી પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. સરકાર કાયદો પાછો ન લેવાની જીદ પર છે, તો આ તરફ ખેડૂતો પણ તેમની વાત પર અડગ છે. નિવેદનબાજીઓ પણ થઈ રહી છે. કેન્દ્રીય ખાદ્ય આપૂર્તિ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેનું કહેવું છે કે ખેડૂતોના આંદોલનમાં પાકિસ્તાન અને ચીનનો હાથ છે. દાનવેનું કહેવું છે કે પહેલા CAA અને NRC અંગે મુસ્લિમોને ઉશ્કેર્યા. એ પ્રયાસ નિષ્ફળ રહ્યો તો હવે ખેડૂતોને ઉશ્કેરવામાં આવી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રીએ આ વાત બુધવારે ઔરંગાબાદમાં હેલ્થ સેન્ટરના ઈનોગરેશન પ્રોગ્રામમાં કહી હતી.  કેન્દ્રીય મંત્રીના નિવેદન અંગે ઓલ ઈન્ડિયા ખેડૂત સભાના મહાસચિવ હન્નાન મોલાએ જવાબ આપ્યો છે. તેમનું કહેવું છે કે આ દેશના ખેડૂતોનું અપમાન છે. ખેડૂતો તેમના હિત માટે લડી રહ્યાં છે, તેમને બીજી શક્તિ હેરાન ન કરી શકે.

ખેડૂત સુધારાનો કાયદો રદ કરોવાંધો હોય તો અમે ખુલ્લા મને વિચાર કરવા માટે તૈયાર છીએMSP અંગે ચિંતા છે. પાકનો વેપાર ખાનગી હાથમાં જતો રહેશેMSP પર લેખિતમાં આશ્વાસન આપીશુંખેડૂતોની જમીન પર મોટા ઉદ્યોગપતિઓ કબજો કરી લેશેખેડૂતોની જમીન પર કોઈ ઢાંચો પણ ન બનાવી શકાય. ઢાંચો બનશે તો માલિકી ખેડૂતનીAPMC મંડીઓ નબળી થઈ જશે. ખેડૂત પ્રાઈવેટ મંડીઓના જાળમાં ફસાઈ જશેરાજ્ય સરકાર પ્રાઈવેટ મંડીઓનું રજિસ્ટ્રેશન કરી શકશે અને તેમની પાસેથી વસૂલાત કરી શકે, એવી વ્યવસ્થા કરશેખેડૂતોની જમીન જપ્ત થઈ શકે છે.વસૂલાત માટે જપ્ત નહીં થાય,તેમ છતાં પણ સ્પષ્ટતા કરીશુંખેડૂત સિવિલ કોર્ટમાં નહીં જઈ શકેઆ વિકલ્પ આપવામાં આવી શકે છેપાન કાર્ડ બતાવીને પાક ખરીદવાનો હશે તો છેતરપિંડી પણ થશેરાજ્ય સરકાર પાક ખરીદનાર માટે રજિસ્ટ્રેશનનો નિયમ બનાવી શકશેપરાળી સળગાવવા માટે દંડ અને સજા થઈ શકે છેખેડૂતોની આપત્તિઓને દૂર કરવામાં આવશે.એગ્રિકલ્ચર એગ્રીમેન્ટના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા નથીએગ્રીમેન્ટ થયાના 30 દિવસની અંદર એની એક કોપી એસડીએમ ઓફિસમાં જમા કરાવવાની વ્યવસ્થા કરીશુંનવું વીજળી બિલ પાછું લો.બિલ ચર્ચા માટે છે. ખેડૂતોના વીજળી બિલના પેમેન્ટની હાલની વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાયખેડૂતોએ સરકારને પૂછ્યું હતું કે કોની ભલામણથી કાયદા આવ્યા. સરકારે લેખિતમાં આપ્યું છે કે 2010માં હરિયાણાના એ વખતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાની લીડરશિપમાં કમિટી બની હતી. સરકારે હુડ્ડા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનાં નામનો જ ઉલ્લેખ કર્યો છે, જ્યારે કમિટીમાં બંગાળ, બિહાર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ સામેલ હતા.


    સરકાર કાયદા પાછા ન લેવાની જીદે અડી છે, તો ખેડૂત પણ તેમની વાત પર અડગ છે. નિવેદનબાજીઓ પણ થઈ રહી છે. કેન્દ્રીય ખાદ્ય આપૂર્તિ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેનું કહેવું છે કે ખેડૂત આંદોલનમાં પાકિસ્તાન-ચીનનો હાથ છે. દાનવેએ કહ્યું હતું કે પહેલાં CAA અને NRC અંગે મુસ્લિમોને ઉશ્કેર્યા. એ પ્રયાસ નિષ્ફળ રહ્યો તો હવે ખેડૂતોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ આ વાત બુધવારે ઔરંગાબાદમાં હેલ્થ સેન્ટરના ઈનોગરેશન પ્રોગ્રામમાં કહી.


Download Our B K News Today App



Related News