ખેડૂત મંત્રી મોદીને મળવા પહોંચ્યા; ખેડૂતોએ કહ્યું- સરકાર આંદોલનને નબળું કરવા માંગે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 12:38:48
  • Views : 565
  • Modified Date : 2020-12-10 12:38:48

    નવા ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 15મો દિવસ છે. ખેડૂતોને મનાવવા માટે 6 રાઉન્ડની વાતચીત પછી સરકારનો લેખિત પ્રયાસ પણ બુધવારે નિષ્ફળ રહ્યો. સરકારે ખેડૂત કાયદામાં ફેરફાર કરવા સહિત 22 પાનાંનો પ્રસ્તાવ ખેડૂતોને મોકલ્યો હતો, પણ વાતનો નિવેડો આવવાની જગ્યાએ વાત બગડી ગઈ. ખેડૂતોએ સરકારી કાગળિયાઓને ફગાવી દીધા અને કહ્યું હતું કે હવે આંદોલન વેગ પકડશે.આ બધાની વચ્ચે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂત મંત્રી નરેન્દ્ર સિંહ તોમર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે. તેઓ સાંજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, તોમર આજે ખેડૂતોને આંદોલન ખતમ કરવા અને સાથે મળીને નિવેડો લાવવાની અપીલ કરશે. હવે જયપુર-દિલ્હી અને આગરા-દિલ્હી હાઈવે સહિત તમામ નેશનલ હાઈવે જામ કરવામાં આવશે. આ બધાની વચ્ચે સરકારના બીજા પ્રસ્તાવની પણ રાહ જોવાશે. સરકારે ખેડૂતોના 10 મહત્ત્વના મુદ્દામાંથી સૌથી મોટી માગ, એટલે કે ખેડૂત કાયદાને રદ કરવાની માગને ઠુકરાવી દીધી. 5 મુદ્દા પર સ્પષ્ટતા આપવાની વાત કરી અને 4 મુદ્દા પર હાલની વ્યવસ્થામાં ફેરફાર કરવાનો વિશ્વાસ અપાવ્યો.


    ખેડૂતોએ સરકારને પૂછ્યું હતું કે કોની ભલામણથી કાયદા આવ્યા. સરકારે લેખિતમાં આપ્યું છે કે 2010માં હરિયાણાના એ વખતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાની લીડરશિપમાં કમિટી બની હતી. સરકારે હુડ્ડા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનાં નામનો જ ઉલ્લેખ કર્યો છે, જ્યારે કમિટીમાં બંગાળ, બિહાર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ સામેલ હતા. સરકાર કાયદા પાછા ન લેવાની જીદે અડી છે, તો ખેડૂત પણ તેમની વાત પર અડગ છે. નિવેદનબાજીઓ પણ થઈ રહી છે. કેન્દ્રીય ખાદ્ય આપૂર્તિ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેનું કહેવું છે કે ખેડૂત આંદોલનમાં પાકિસ્તાન-ચીનનો હાથ છે. દાનવેએ કહ્યું હતું કે પહેલાં CAA અને NRC અંગે મુસ્લિમોને ઉશ્કેર્યા. એ પ્રયાસ નિષ્ફળ રહ્યો તો હવે ખેડૂતોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ આ વાત બુધવારે ઔરંગાબાદમાં હેલ્થ સેન્ટરના ઈનોગરેશન પ્રોગ્રામમાં કહી.

ખેડૂત સુધારાનો કાયદો રદ કરોવાંધો હોય તો અમે ખુલ્લા મને વિચાર કરવા માટે તૈયાર છીએ
MSP અંગે ચિંતા છે. પાકનો વેપાર ખાનગી હાથમાં જતો રહેશેMSP પર લેખિતમાં આશ્વાસન આપીશું
ખેડૂતોની જમીન પર મોટા ઉદ્યોગપતિઓ કબજો કરી લેશેખેડૂતોની જમીન પર કોઈ ઢાંચો પણ ન બનાવી શકાય. ઢાંચો બનશે તો માલિકી ખેડૂતની
APMC મંડીઓ નબળી થઈ જશે. ખેડૂત પ્રાઈવેટ મંડીઓના જાળમાં ફસાઈ જશેરાજ્ય સરકાર પ્રાઈવેટ મંડીઓનું રજિસ્ટ્રેશન કરી શકશે અને તેમની પાસેથી વસૂલાત કરી શકે, એવી વ્યવસ્થા કરશે
ખેડૂતોની જમીન જપ્ત થઈ શકે છે.વસૂલાત માટે જપ્ત નહીં થાય,તેમ છતાં પણ સ્પષ્ટતા કરીશું
ખેડૂત સિવિલ કોર્ટમાં નહીં જઈ શકેઆ વિકલ્પ આપવામાં આવી શકે છે
પાન કાર્ડ બતાવીને પાક ખરીદવાનો હશે તો છેતરપિંડી પણ થશેરાજ્ય સરકાર પાક ખરીદનાર માટે રજિસ્ટ્રેશનનો નિયમ બનાવી શકશે
પરાળી સળગાવવા માટે દંડ અને સજા થઈ શકે છેખેડૂતોની આપત્તિઓને દૂર કરવામાં આવશે.
એગ્રિકલ્ચર એગ્રીમેન્ટના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા નથીએગ્રીમેન્ટ થયાના 30 દિવસની અંદર એની એક કોપી એસડીએમ ઓફિસમાં જમા કરાવવાની વ્યવસ્થા કરીશું
નવું વીજળી બિલ પાછું લો.બિલ ચર્ચા માટે છે. ખેડૂતોના વીજળી બિલના પેમેન્ટની હાલની વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાય

Download Our B K News Today App



Related News