ખેડૂતોની ભૂખ હડતાળ શરૂ, દરરોજ 11 ખેડૂત 24 કલાકનો ઉપવાસ રાખશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 15:14:24
  • Views : 400
  • Modified Date : 2020-12-21 15:14:24

    કૃષિ કાયદાના વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 26મો દિવસ છેખેડૂતોએ આજે ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશની સરહદ પર જ્યાં જ્યાં પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યાં 11-11 ખેડૂત ભૂખ હડતાળ પર બેઠા છએ. 24 કલાક પછી 11 અન્ય ખેડૂતો આ સિલસિલાને આગળ વધારશે.હરિયાણામાં 25થી 27 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી કરાશે. ખેડૂતોએ રવિવારે આ એલાન કર્યું છે, જેના 5 કલાક પછી જ સરકારે વાતચીતના આમંત્રણની ચિઠ્ઠી મોકલી દીધી, જેમાં તારીખ નક્કી કરવા માટે ખેડૂતોને કહેવામાં આવ્યું છે, જેના માટે ખેડૂતો આજે નિર્ણય કરશે.23 ડિસેમ્બરે ખેડૂત દિવસ છે. ખેડૂત સંગઠનોએ અપીલ કરી છે આ દિવસે દેશભરના લોકો એક દિવસનો ઉપવાસ રાખે. 26 અને 27 ડિસેમ્બરે ખેડૂત NDAમાં સામેલ પક્ષોના નેતાઓને મળીને તેમને અપીલ કરશે કે તે સરકાર પર દબાણ કરે અને ત્રણ કાયદા પાછા લેવડાવે. આવું નહીં થાય તો તેમના વિરુદ્ધ પણ પ્રદર્શન શરૂ કરી દેવાશે. અદાણી-અંબાણીનો બોયકોટ ચાલુ રહેશે. આડતિયાઓ પર દરોડાના વિરોધમાં ખેડૂત ઈન્કમટેક્સ ઓફિસની બહાર પણ પ્રદર્શન કરશે.


Download Our B K News Today App



Related News