સરકાર સાથે વાતચીતના આમંત્રણ અંગે ખેડૂતો આજે નિર્ણય કરશે; ભૂખહડતાળ પણ કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 12:37:41
  • Views : 407
  • Modified Date : 2020-12-21 12:37:41

    કૃષિ કાયદાના વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 26મો દિવસ છે. ખેડૂતો આજે ભૂખહડતાળ કરશે. હરિયાણામાં 25થી 27 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી કરાશે. ખેડૂતોએ રવિવારે આ એલાન કર્યું છે, જેના 5 કલાક પછી જ સરકારે વાતચીતના આમંત્રણની ચિઠ્ઠી મોકલી દીધી, જેમાં તારીખ નક્કી કરવા માટે ખેડૂતોને કહેવામાં આવ્યું છે, જેના માટે ખેડૂતો આજે નિર્ણય કરશે.કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે રવિવારે બંગાળમાં કહ્યું હતું કે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને ખેડૂતો વચ્ચે એક-બે દિવસમાં બેઠક યોજાઈ શકે છે. બીજી બાજુ, ખેડૂત નેતાઓએ રવિવારે કુંડલી બોર્ડર પર બેઠક પછી એલાન કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બરે જ્યાં સુધી મન કી વાત ચાલુ રાખશે ત્યાં સુધી ખેડૂતો થાળીઓ વગાડશે.

    23 ડિસેમ્બરે ખેડૂત દિવસ છે. ખેડૂત સંગઠનોએ અપીલ કરી છે આ દિવસે દેશભરના લોકો એક દિવસનો ઉપવાસ રાખે. 26 અને 27 ડિસેમ્બરે ખેડૂત NDAમાં સામેલ પક્ષોના નેતાઓને મળીને તેમને અપીલ કરશે કે તે સરકાર પર દબાણ કરે અને ત્રણ કાયદા પાછા લેવડાવે. આવું નહીં થાય તો તેમના વિરુદ્ધ પણ પ્રદર્શન શરૂ કરી દેવાશે. અદાણી-અંબાણીનો બોયકોટ ચાલુ રહેશે. આડતિયાઓ પર દરોડાના વિરોધમાં ખેડૂત ઈન્કમટેક્સ ઓફિસની બહાર પણ પ્રદર્શન કરશે.


Download Our B K News Today App



Related News