સ્થાનિક લોકો પાસેથી માહિતી લીધી, બેરિકેડ તોડવા મિકેનિક અને સારવાર માટે ડોક્ટર સાથે હાજર હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 13:51:27
  • Views : 415
  • Modified Date : 2020-11-28 13:51:27

ખેડૂત આંદોલનનો બીજો દિવસ ઘણો રોમાંચક રહ્યો હતો. ચલ્લો દિલ્હીના નારા સાથે ખેડૂતોએ દિલ્હી કૂચ કરવાનો જે ઉદ્દેશ રાખ્યો હતો, તે ઉદ્દેશ આંદોલનના બીજા દિવસે પૂરો થયો છે. દિલ્હીની સીમા સુધી પહોંચવા માટે ખેડૂતોને આઠ મોટા બેરિકેડ પાર કરવા પડ્યા હતા અને ઘણી જગ્યાએ સેનાની ઘેરાબંધી તોડીને આગળ વધવું પડ્યું હતું. પરંતુ આ બધુ એટલું આયોજન બદ્ધ રીતે કરવામાં આવ્યું કે તેમની સામે પ્રશાસનની તમામ રણનીતિ નિષ્ફળ બની હતી.સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં કદાચ આવું પહેલીવાર થયું છે જ્યારે આંદોલનકારીઓને રોકવા માટે ખુદ પ્રશાસને રસ્તા ખોદી નાખ્યા હતા. સામાન્ય રીતે આંદોલન કરતાં લોકો પર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવતો હોય છે, પરંતુ આ આંદોલનમાં સરકાર પર જ આ આરોપ લગાવવામાં આવ્યો છે. પંજાબ અને હરિયાણાથી આવેલા ખેડૂત જાણતા હતા કે પ્રશાસન તેમને રોકવા માટે શક્ય એટલા પ્રયત્નો કરશે. તેથી તેમણે તેને ટક્કર આપવાની વ્યવસ્થા પહેલેથી જ કરી લીધી હતી. ખેડૂતોના જથ્થામાં એવા યુવકો સામેલ હતા જેઓ ટ્રેક્ટર સ્પર્ધામાં વિજેતા રહ્યા અને ઘણાં પ્રકારના સ્ટંટ ટ્રેક્ટર પર કરતાં હતા. આ યુવકો માટે ભારે બેરિકેડને ટ્રેક્ટરની મદદથી ખસેડવા તેમની માટે મિનિટોનું કામ છેજ્યાં પ્રશાસને ભારે બોલ્ડર અને લોખંડના બેરિકેડ લગાવીને રસ્તા બંધ કર્યા હતા ત્યાંથી પણ ખેડૂતોને નીકળવા માટે આ યુવકોએ રસ્તો સરળ બનાવ્યો હતો. સ્થાનિક લોકો પાસેથી સતત ઈનપુટ લેવાની ખેડૂતોની રણનીતિ પણ ખૂબ મહત્વની સાબીત થઈ. જ્યાં પણ પ્રશાસને હાઈવેને બેરિકેડ અને સેના તહેનાત કરીને બ્લોક કર્યા હતા, તે જગ્યાએ સ્થાનિક ખેડૂતોની મદદથી આંદોલનકારીઓએ બાયપાસ કર્યો અને હાઈવે પર આવેલા ખેતરોમાંથી ખેડૂતોનો જથ્થો આગળ વધ્યો હતો.

આ આખા રસ્તા પર ઘણી જગ્યાએ સ્થાનીક પોલીસે ખેડૂતો પર વોટર કેનન પણ ચલાવી. તેમ છતાં ખેડૂતોની આગળ વધવાની ગતિમાં કોઈ ખાસ ઘટાડો આવ્યો નહતો. આગળ વધવા માટે જેટલી જરૂરી ચીજવસ્તુઓ હતી તે ખેડૂતો તેમની સાથે જ લઈને નીકળ્યા હતા. ખેડૂતોની સાથે બેરિકેડ તોડવાના નિષ્ણાતોની સાથે સાથે મિકેનીક પણ સામેલ હતા. જેથી ક્યાંય કોઈની ગાડી ખરાબ થાય તો પણ તેઓ તેને ઠીક કરી શકે. તે ઉપરાંત આંદોલનકારીઓના જથ્થામાં ડોક્ટર પણ સામેલ હતા જે મેડિકલ ઈમરજન્સીમાં સ્થિતિ સંભાળી શકે.આમ આદમી પાર્ટીના સાંસદ રહેલા ડોક્ટર ધર્મવીર ભરતી પણ ખેડૂતોના જથ્થામાં સામેલ રહ્યા અને તેમણે આંદોલનકારી ખેડૂતોને મફતમાં મેડિકલ સલાહ આપી હતી. ગળામાં સ્ટેથેસ્કોપ નાખીને અને ખીસ્સામાં અમુક જરૂરી દવાઓ સાથે ડોક્ટર ગાંધી આ આંદોલન દરમિયાન ડઝનો ખેડૂતોની તપાસ કરી ચૂક્યા છે. કોરોનાના આ સમયમાં આટલું મોટું આંદોલન કરવું શું ડોક્ટરની નજરે યોગ્ય છે?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, કોરોનાનો ડર ત્યાં સુધી જ લાગે છે જ્યાં સુધી ઘરના પીપમાં લોટ હોય અને ઘરમાં વેતન અથવા પેન્શન આવતું હોય. જે દિવસે ઘરમાં લોટ ખતમ થઈ જાય અથવા પેન્શન આવતું બંધ થઈ જાય તે દિવસથી કોરોનાનો ડર ખતમ થઈ જાય છે. ડોક્ટર ગાંધી વધુમાં કહે છેકે, કોરોનાથી બચવા માટે જે પણ જરૂરી છે અમે તેનું ધ્યાન રાખી રહ્યા છીએ. અમે બધાએ માસ્ક પહેરેલા છે. તેથી હવે સરકાર કોરોનાના બહાને ખેડૂતોને દિલ્હી આવતા રોકવા માંગે છે, તે ખોટી વાત છે. જ્યારે બિહારમાં વડાપ્રધાન હજારોની ભીડને ચૂંટણી રેલી સંબોધે છે ત્યારે શું આ લોકોને કોરોનાની ચિંતા નથી થતી? અમે સંપૂર્ણ સાવધાની સાથે દિલ્હી પહોંચ્યા છીએ અને અમારી વાત મનાવડાવીને જ પરત આવીશું.આંદોલનના બીજા દિવસ સાંજ સુધી હજારો ટ્રેક્ટરો અને ખેડૂતોની અન્ય ગાડીઓ દિલ્હીની સિંધુ બોર્ડર સુધી પહોંચી ગઈ હતી. અહીં પહોંચ્યા પછી સેના અને ખેડૂતો વચ્ચે 3-4 વાર ઝપાઝપી થઈ હતી જેમાં પોલીસ તરફથી વોટર કેનન અને અશ્રૃગેસ છોડવામાં આવ્યા હતા અને પછી બંને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમાં અમુક ખેડૂતોને ઈજા પણ થઈ હતી. જોકે આ સ્થિતિ ખૂબ ઝડપથી નિયંત્રણમાં આવી ગઈ હતી અને પછી ખેડૂતો સિંધુ બોર્ડર પર જ લંગર નાખીને બેસી ગયા હતા.

.

Download Our B K News Today App



Related News