સુપ્રીમ કોર્ટે કહ્યું- ખેડૂતોને પ્રદર્શનનો અધિકાર, પણ દિલ્હી જામ ન કરી શકે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 13:59:27
  • Views : 392
  • Modified Date : 2020-12-17 13:59:27

    નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 22મો દિવસ છે. ખેડૂતોને રસ્તા પરથી હટાવવા અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેની બેન્ચમાં આજે ફરી સુનાવણી થઈ રહી છે. પિટીશનરનું કહેવું છે કે આંદોલનના કારણે રસ્તા જામ થવાથી જનતા પરેશાન છે અને કોરોનાનું જોખમ પણ વધી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ખેડૂત કાયદાની યોગ્યતા પર હાલ કોઈ નિર્ણય આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, આજે માત્ર ખેડૂતોના પ્રદર્શન અને સામાન્ય લોકોના અધિકારો અંગે નિર્ણય લેવાશે, કાયદાની યોગ્યતાના મુદ્દા પર રાહ જોવામાં આવી શકે છે.ખેડૂત હિંસાને પ્રોત્સાહન ન આપી શકે, ન તો કોઈ શહેરને બ્લોક કરી શકે છે. દિલ્હીને જામ કરવાથી લોકોને ભૂખ્યા રહેવું પડી શકે છે. તમારો હેતું વાતચીતથી પુરો થઈ શકે છે, માત્ર ધરણા પર બેસવાથી કામ નહીં થાય.ખેડૂત હિંસાને પ્રોત્સાહન ન આપી શકે, ન તો કોઈ શહેરને બ્લોક કરી શકે છે. દિલ્હીને જામ કરવાથી લોકોને ભૂખ્યા રહેવું પડી શકે છે. તમારો હેતું વાતચીતથી પુરો થઈ શકે છે, માત્ર ધરણા પર બેસવાથી કામ નહીં થાય.

    વિરોધ પ્રદર્શન ત્યાં સુધી બંધારણીય છે, જ્યાં સુધી તેનાથી કોઈ સંપત્તિને નુકસાન ન થાય અથવા તો કોઈના જીવને નુકસાન ન થાય. કેન્દ્ર અને ખેડૂતોએ વાત કરવી જોઈએ. અમે એક નિષ્પક્ષ અને સ્વતંત્ર કમિટિ બનાવવા અંગે વિચાર કરી રહ્યાં છે, જેની સામે બન્ને પક્ષ પોતાની વાત મૂકી શકે.કમિટિમાં પી સાઈનાથ, ભારતીય કિસાન યૂનિયન અને અન્ય સંગઠનોને સભ્ય તરીકે સામેલ કરી શકાય છે. કમિટિ જે રિપોર્ટ આપે, તેને માનવો જોઈએ. ત્યાં સુધી પ્રદર્શન ચાલું રાખી શકે છે. પણ ખેડૂત હિંસાને પ્રોત્સાહન ન આપી શકે. ન તો કોઈ શહેરને બ્લોક કરી શકે છે. પ્રદર્શનકારો માસ્ક નથી પહેરતા, તેઓ ભીડમાં બેઠા છે. કોરોનાના કારણે અમને ચિંતા છે. પ્રદર્શનકાર ગામમાં જઈને સંક્રમણ ફેલાવશે. ખેડૂત અન્યના અધિકારનું હનન ન કરી શકે.

    અમે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનના અધિકારને સમજીએ છીએ અને તેને દબાવવાનો સવાલ જ નથી પેદા થતો. અમે માત્ર એ વાત પર વિચાર કરી શકીએ છીએ કે આંદોલનના કારણે કોઈનું મોત નહીં થાય.અમે કેન્દ્રને પૂછીશું કે હાલ પ્રદર્શન કેવી રીતે ચાલી રહ્યું છે. સાથે જ કહીશું કે આની પદ્ધતિમાં ફેરફાર કરાવવામાં આવે, જેથી લોકોની અવરજવર અટકી ન જાય.તો આ તરફ ખેડૂતોને રસ્તા પરથી હટાવવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી થશે. પિટિશનર્સનું કહેવું છે કે આંદોલનને કારણે રસ્તા જામ થવાથી જનતા પરેશાન છે અને કોરોનાનું જોખમ પણ વધી રહ્યું છે. આ કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. અમુક પિટિશનર્સે કૃષિ કાયદાને રદ કરવાની માગ પણ કરી છે.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ખેડૂતોનો મામલો ઝડપથી રાષ્ટ્રીય મુદ્દો બનવાનો છે, જેનો નિવેડો લાવવા માટે એક્સપર્ટ કમિટી બનાવવી જોઈએ, જેમાં ખેડૂત સંગઠનો અને સરકાર સાથે એગ્રિકલ્ચર એક્સપર્ટ પણ સામેલ થાય. કોર્ટે કોમેન્ટ કરી કે એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર અને ખેડૂતોની અત્યારસુધીમાં જે વાતચીત થઈ છે એનાથી કોઈ નિવેડો નથી આવવાનો.



Download Our B K News Today App



Related News