દિલ્હીના દરવાજા સુધી પહોંચ્યું ખેડૂત આંદોલન, હરિયાણાના ખેડૂતોએ કહ્યું-પહેલો ડંડો પંજાબના ભાઈઓને નહીં ખાવા દઈએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 14:22:02
  • Views : 540
  • Modified Date : 2020-11-27 14:22:34

હરિયાણાના ખેડૂતોનું કહેવું છે કે દિલ્હી પાસે આવેલી સિંધુ બોર્ડર પર જે પોલીસ તહેનાત છે, તે હરિયાણાના ખેડૂત નેતાઓને ઓળખે છે. પંજાબથી ખેડૂત ભાઈઓ આવ્યા છે, એ અમારા મહેમાન છે. એટલા માટે અમે તેમને આગળ નહીં કરીએ, પણ પોલીસનો પહેલો દંડો અમે ખાશું.કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબ-હરિયાણાના ખેડૂતોના પ્રદર્શનનો આજે બીજો દિવસ છે. પંજાબથી દિલ્હી કૂચ કરવા જીદે ચડેલા ખેડૂતોને પોલીસના વોટર કેનનો માર, રસ્તા જામ કરવા માટે લગાડવામાં આવેલા બેરિકેડ્સ અને ટીઅરગેસના સેલ પણ ન અટકાવી શક્યા. ખેડૂતો સતત આગળ વધી રહ્યા છે. રાતે 2.30 વાગ્યે તેઓ દિલ્હીથી કુંડલી બોર્ડર લગભગ 8 કિમી દૂર હતા. તેમણે કહ્યું, હરિયાણાનાં તમામ બેરિકેડ્સ તોડી દેવાયાં છે, હવે શુક્રવારનો નાસ્તો દિલ્હીમાં જ કરીશું. પોલીસે આજે ફરી ટીઅરગેસના સેલ છોડ્યા, પણ ખેડૂતો દિલ્હીમાં ઘૂસવા માટે જીદે ચઢ્યા છે. તેમનું કહેવું છે કે અમે શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છે. એને ચાલુ રાખીને અમે દિલ્હીમાં એન્ટ્રી કરીશું. લોકતંત્રમાં પ્રદર્શનની મંજૂરી હોવી જોઈએ.

  • પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે ખેડૂત સંગઠનો સાથે તાત્કાલિક વાત કરો, જેથી દિલ્હીની સરહદ પર તણાવ ઓછો થઈ શકે.દિલ્હી-બહાદુરગઢ હાઈવે પર ટીકરી બોર્ડર પર પણ પોલીસે વોટર કેન અને ટીઅરગેસનો ઉપયોગ કર્યો. અહીં ખેડૂત પોલીસ સાથે ઝપાઝપી કરતા જોવા થઈ શકે.દિલ્હી-બહાદુરગઢ હાઈવે પર ટીકરી બોર્ડર પર પણ પોલીસે વોટર કેન અને ટીઅરગેસનો ઉપયોગ કર્યો. અહીં ખેડૂત પોલીસ સાથે ઝપાઝપી કરતા જોવા મળ્યા.દિલ્હી પોલીસે સરકાર પાસે 9 સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની મંજૂરી માગી છે.હરિયાણા-દિલ્હી બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતો પર પોલીસે આજે ફરી ટીઅરગેસના સેલ છોડ્યા છે. વાહનોને સિંધુ બોર્ડર તરફ જવાથી અટકાવવામાં આવી રહ્યાં છે. દિલ્હી ટ્રાફિક- પોલીસે કહ્યું હતું કે અન્ય રાજ્યોમાંથી જતાં વાહનો વેસ્ટર્ન-ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેથી અટકાવી શકાય છે.ખેડૂતોના દેખવાને ધ્યાનમાં રાખતાં પંજાબ-હરિયાણા બોર્ડર પર સુરક્ષા કડક કરવામાં આવી છે. અહીં ખેડૂતોએ આખી રાત જમાવડો કર્યો અને સવારથી નારાબાજી શરૂ કરી દીધી. આજે ઉત્તરપ્રદેશમાં પણ ખેડૂતો રસ્તા પર ઊતરશે.ભારતીય ખેડૂત યુનિયન(ભાકિયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે કૃષિ કાયદાના વિરોધમાં UP નેશનલ હાઈવે અનિશ્વિત સમય માટે જામ કરવાનો નિર્ણય કર્યો છે.સોનીપતમાં ખેડૂત અને પોલીસમાં તણાવ વધી ગયો છે, ખેડૂતોનું એક ગ્રુપ પાનીપત-સોનીપત બોર્ડર પર પહોંચી ગયું છે. ખેડૂતોએ એવું પણ કહ્યું હતું કે બેરિકેડ્સ હટાવવાનું શરૂ કરી દીધું છે.ગુરુવારે ચંદીગઢ-દિલ્હી નેશનલ હાઈવે પર અંબાલામાં સદ્દોપુર બોર્ડર પર ખેડૂતો પર પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો. ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડીને નદીમાં ફેંકી દીધાં અને દિલ્હી તરફ આગળ વધ્યા. નેશનલ હાઈવે જામ થવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકો ઘણા કલાકો સુધી જામમાં ફસાઈ રહ્યા.
  • કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે 3 ડિસેમ્બરે તેમની સાથે વાત કરવામાં આવશે, ખેડૂતો તેમની વાત પર અડગ રહ્યા છે. તેઓ કેન્દ્રનાં ત્રણેય કૃષિ બિલને પાછાં લેવાની માગ કરી રહ્યા છે. ખેડૂતોને અટકાવવા માટે પોલીસે દિલ્હી બોર્ડર પર ટ્રકને આડી અને ત્રાસી ઊભી કરી છે. બોર્ડર પર વાહનોનો લાંબો જામ છે.નેશનલ હાઈવે બંધ થવાથી લોકો પરેશાન જોવા મળ્યા. પંજાબ-હરિયાણા હાઈવે પર ઘણી જગ્યાએ ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો. લોકો ખેતરના રસ્તે જવા મજબૂર થયા. દિલ્હી જવાના રસ્તા આજે પણ બંધ રહેશે.ખેડૂત આંદોલનને કારણે ચંદીગઢ-દિલ્હી હાઈવે બંધ રહ્યો. આ જ કારણે ચંદીગઢથી દિલ્હી જતી ફ્લાઈટ્સની ટિકિટ 1000 ટકાથી પણ મોંઘી થઈ ગઈ. એર વિસ્તારાએ 3 હજારવાળી ટિકિટ 35 હજારમાં વેચી. એર ઈન્ડિયાએ કહ્યું, ખેડૂતોના વિરોધને કારણે જે યાત્રીઓની ગુરુવારે ફ્લાઈટ છૂટી ગઈ, એને રિશિડ્યૂલ કરાવી શકશે. યાત્રીઓને આ સુવિધા ‘નો શો વેવર’ હેઠળ મળશે.

Download Our B K News Today App



Related News