દિવ્યાંકા ત્રિપાઠી પણ આપત્તિજનક વ્યવહારનો ભોગ બની ચૂકી છે, કહ્યું- 'બે વાર એક્ટરે ખોટી કમેન્ટ પાસ કરી હતી'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 17:12:14
  • Views : 322
  • Modified Date : 2021-03-07 17:12:14

    ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી હાલમાં શો 'ક્રાઈમ પેટ્રોલ સતર્કઃ વુમન અગેન્સ્ટ ક્રાઈમ'માં જોવા મળે છે. શો હોસ્ટિંગના માધ્યમથી મહિલાઓ વિરુદ્ધ થતાં ક્રાઈમ અંગે જાગૃત કરે છે. દિવ્યાંકા પણ પોતાની રિયલ લાઈફમાં આપત્તિજનક વ્યવહારનો શિકાર થઈ ચૂકી છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં દિવ્યાંકાએ કહ્યું હતું કે તેની સાથે પણ ખોટો વ્યવહાર થયો છે અને તેને અફસોસ છે કે તેણે તે સમયે કોઈ પગલું ભર્યું નહોતું.

    દિવ્યાંકાએ કહ્યું હતું, 'હાલમાં જ મારી સાથે એક એવી ઘટના બની હતી, જ્યાં કોઈ એક્ટરે મારી સાથે આપત્તિજનક વ્યવહાર કર્યો હતો અને ટિપ્પણી કરી હતી. હું એક જાણીતી એક્ટ્રેસ છું અને સામેની વ્યક્તિએ ડરવાની જરૂર હતી. તેણે એ સમજવાની જરૂર હતી કે હું અવાજ ઊઠાવી શકું છું. મીડિયામાં તેની વિરુદ્ધ બોલી શકું તેમ છું, પરંતુ સામેની વ્યક્તિ ડરી નહીં. તેણે મારી પર આપત્તિજનક કમેન્ટ પાસ કરી અને હું શૉક્ડ રહી ગઈ હતી. હું કંઈ બોલું તે પહેલાં જ તે નીકળી ગયો હતો. મને આજે પણ અફસોસ છે કે મેં તે સમયે કેમ સામે જવાબ ના આપ્યો.'

    દિવ્યાંકાએ આગળ કહ્યું હતું, 'મારી સાથે આવી ઘટના એક નહીં, પરંતુ બેવાર બની હતી. એક જાણીતા એક્ટરે મારી પર કમેન્ટ પાસ કરી હતી અને ત્યારે હું કંઈ જ બોલી શકી નહીં. બંને વખતે હું એમ વિચારીને ચૂપ રહી ગઈ કે મારું કામ ખરાબ થઈ જશે. આજે જ્યારે હું વિચારું છું તો મને ઘણો જ પસ્તાવો થાય છે. મને મારી જાત પ્રત્યે નફરત થઈ ગઈ છે. મેં કેમ ત્યારે અવાજ ના ઊઠાવ્યો. જો હું બોલી હોત તો કદાચ તે 10થી વધુ યુવતીઓ સાથે આવું ના કરત. મારી ભૂલને આ શોના માધ્યમથી સુધારવા ઈચ્છું છું. યુવતીઓને સચેત કરવા માગું છું કે જો તે આવી કોઈ પરિસ્થિતિમાં ફસાય તો અવાજ ઊઠાવે તથા સમાજમાં જાગૃતતા ફેલાવે.'

    વાતચીત દરમિયાન દિવ્યાંકાએ જણાવ્યું હતું કે તે મહિલા સશક્તિકરણમાં માને છે. તેણે કહ્યું હતું, 'જ્યારે પણ હું તથા વિવેક (દિવ્યાંકાનો પતિ) કોઈ પણ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરતાં હોઈએ છીએ તો મહિલા સશક્તિકરણ પ્રત્યે મારો ઝૂકાવ વધુ હોય છે. જ્યારે 'ક્રાઇમ પેટ્રોલ'ની ઑફર આવી ત્યારે એવું લાગ્યું કે હું આ જ કૉન્સેપ્ટની રાહ જોતી હતી. ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રોજેક્ટ સાથે જોડાવવા માગીશ.'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138