સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 12:01:48
  • Views : 758
  • Modified Date : 2022-10-11 12:01:48

  સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં છેલ્લા એક સપ્તાહથી નરમાશ હતી. જે બાદ ભારતમાં સ્થાનિક બજારમાં તહેવારોની માગના કારણે સોના ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી તેજી જોવા મળી હતી. જોકે ફરી એકવાર સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ 50 હજાર આસપાસ આવી ગયા છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 58 હજાર પાસે પહોંચી ગયા છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.44 ટકા ઘટીને 50,796 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.27 ટકા ઘટીને 58,350 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. બે દિવસમાં ઘટાડાથી સોનાનો ચળકળાટ ફરી ઝાંખો પડી રહ્યો છે. આ સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે. આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.44 ટકા તૂટીને 50,796 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 1.27 ટકા ઘટીને 58,350 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,796 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6395 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

 

 

 

Download Our B K News Today App



Related News