EVM મુદ્દે વિપક્ષી દળોના ધમપછાડા..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-22 12:54:03
  • Views : 425
  • Modified Date : 2019-05-22 12:54:03

લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે અગાઉ જ એક્ઝિટ પોલે વિરોધ પક્ષોની ઊંઘ હરામ કરી નાખી છે. વિરોધ પક્ષના નેતાઓ આજે ઈવીએમ અને VVPAT મુદ્દે ચૂંટણી પંચ પહોંચ્યાં. કોંગ્રેસ, એસપી, બીએસપી, તૃણમૂલ કોંગ્રેસ સહિત પ્રમુખ વિરોધ પક્ષોના નેતાઓએ આજે ચૂંટણી પંચમાં જઈને આગ્રહ કર્યો કે મતગણતરી અગાઉ રેન્ડમલી કોઈ પોલીંગ સ્ટેશન પસંદ કરીને VVPAT ચીઠ્ઠીઓની તપાસ કરવામાં આવે. આ બાજુ ચૂંટણી પંચે નિવેદન બહાર પાડીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલી ઈવીએમની સુરક્ષાને લઈને વ્યક્ત કરવામાં આવી રહેલી તમામ આશંકાઓને ફગાવી છે. વિપક્ષી દળોએ કહ્યું છે કે જો કોઈ એક બૂથ ઉપર પણ VVPAT ચીઠ્ઠીઓ મેળ ન ખાય તો સંબંધિત વિધાનસભા વિસ્તારમાં તમામ મતદાન કેન્દ્રોની વીવીપીએટ ચીઠ્ઠીઓની ગણતરી કરવામાં આવે અને તેને ઈવીએમ રિઝલ્ટ્સ સાથે મેળવવામાં આવે. ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પત્રકારોને કહ્યું કે "અમે માગણી કરી છે કે VVPAT ચીઠ્ઠીઓને મતગણતરી અગાઉ મેચ કરવામાં આવે અને જો કોઈ ભૂલ થાય તો તે વિસ્તારમાં તમામની ગણતરી થવી જોઈએ."

Download Our B K News Today App



Related News