સરકારે વાતચીત માટેનો પત્ર મોકલ્યાના 48 કલાક પછી પણ ખેડૂતોમાં સહમતિ નહિ, આજે ફરી બેઠક કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 12:26:02
  • Views : 470
  • Modified Date : 2020-12-23 12:26:02

    કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 28મો દિવસ છે. સરકારે વાતચીત માટેનો જે પત્ર રવિવારે મોકલ્યો હતો, તેની પર ખેડૂતો છેલ્લા 2 દિવસમાં નિર્ણય લઈ શકયા નથી. મંગળવારે કુડલી બોર્ડર પર પંજાબના ખેડૂતોની બેઠક થઈ હતી, તે પછી કહેવામાં આવ્યું કે સંયુક્ત મોર્ચાના સભ્ય બુધવારે નક્કી કરશે કે સરકાર સાથે વાતચીત કરવી છે કે નહિ.આજે ખેડૂત દિવસ છે. આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખેડૂતોને શુભેચ્છા પાઠવી છે. રાજનાથે કહ્યું કે ખેડૂત દેશને ખાદ્યા સુરક્ષા આપે છે. કેટલાક ખેડૂત કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે. સરકાર તેમની સાથે સંપૂર્ણ સંવેદનશીલતાથી વાત કરી રહી છે. આશા છે કે તે ઝડપથી આંદોલન ખત્મ કરશે. ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ આજે ઉતર પ્રદેશમાં ભાજપના નેતાઓની ઓફિસ અને ઘરોને ઘેરશે. કોંગ્રેસ કાર્યકર્તા તાળી અને થાળી વગાડીને દેખાવ કરશે.કોંગ્રેસે કૃષિ કાયદાને પરત લેવા માટે રાષ્ટ્રપતિની દખલની માંગ કરી છે. પાર્ટીનું કહેવું છે કે 2 કરોડ ખેડૂતોની સહી વાળી જાહેરાત રાહુલ ગાંધીના નેતૃત્વમાં 24 ડિસેમ્બરે રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે.

    ખેડૂત નેતા કુલવંત સંધૂએ કહ્યું કે અમે બ્રિટનના સાંસદોને લખી રહ્યાં છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ખેડૂતોની વાત ન માને ત્યાં સુધી PM બોરિસ જોનસનને ભારત આવવાથી રોકવામાં આવે. બીજી તરફ ખેડૂતની ભૂખ હડતાળ ચાલુ છે. દિલ્હી, હરિયાણા અને ઉતરપ્રદેશની સીમાઓ પર જ્યાં-જ્યાં દેખાવો ચાલી રહ્યાં છે, ત્યાં રોજ 11 ખેડૂતો 24 કલાક ઉપવાસ પર બેસી રહ્યાં છે.કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મંગળવારે કહ્યું ઉતરપ્રદેશના કેટલાક નેતા મને મળ્યા. તેમણે નવા કૃષિ કાયદાને લઈને સરકારનું સમર્થન કર્યું છે. તેમનું કહેવું છે કે કાયદામાં ફેરફાર ન થવો જોઈએ.



Download Our B K News Today App



Related News