ESIC સબસ્ક્રાઈબર્સ ઈમર્જન્સીમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે, તેના માટે માત્ર એક શરત રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 12:22:54
  • Views : 325
  • Modified Date : 2020-12-09 12:22:54

    કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના સબસ્ક્રાઈબર્સ ઈમર્જન્સીમાં કોઈ પણ હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. પછી ભલે તેઓ ઈમ્પેનલ્ડ હોય કે નોન ઈમ્પેનલ્ડ હોય. આ નિર્ણય તે સબસ્ક્રાઈબર્સ માટે મોટી રાહત છે કે જેને ઈમર્જન્સીમાં જોખમ રહે છે. જેમ કે, કાર્ડિએક એરેસ્ટના કેસમાં. આ નિર્ણય પહેલાં, સબસ્ક્રાઈબર્સને કોઈ ESIC ડિસ્પેન્સરી અથવા હોસ્પિટલ જવું પડતું હતું. પ્રાઈવેટ હોસ્પિટલમાં જવા માટે પહેલા રેફરલની જરૂર પડતી હતી.ટ્રેડ યુનિયન કો-ઓર્ડિનેશન કમિટી (TUCC)ના જનરલ સેક્રેટરી એસપી તિવારીના જણાવ્યા પ્રમાણે, હાર્ટ અટેક જેવા કેસમાં તરત જ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. આવી સ્થિતિમાં ESIC ડિસ્પેન્સરી અથવા હોસ્પિટલમાં જઈને રેફરલ લેવામાં મુશ્કેલી પડતી હતી, કેમ કે તેના માટે સમય નથી રહેતો. તેને ધ્યાનમાં રાખતા બોર્ડ બેઠકમાં આ પ્રકારની અનિવાયર્તા (રેફરલ) નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ કર્મચારી રાજ્ય વીમા નિગમના સબસ્ક્રાઈબર્સ ઈમર્જન્સીમાં કોઈપણ ઈમ્પેનલ્ડ અથવા નોન ઈમ્પેનલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈ શકશે.

    આ બંને હોસ્પિટલોમાં સારવાર કરાવવા વચ્ચે ફરક એટલો રહેશે કે ઈમ્પેનલ્ડ હોસ્પિટલમાં સારવાર કેશલેસ હશે. જ્યારે નોન-ઈમ્પેનલ્ડ હોસ્પિટલમાં સારવાર કરાવવા પર સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સર્વિસિસ રેટ પર રિએમ્બર્સમેન્ટ મળશે. નોન-ઈમ્પેનલ્ડ હોસ્પિટલમાં સારવાર ત્યારે કરાવી શકાશે, જ્યારે સબ્સક્રાઈબર્સની આસપાસ લગભગ 10 કિ.મી. સુધી કોઈ ESIC કે ઈમ્પેનલ્ડ હોસ્પિટલ નહીં હોય.તિવારીના જણાવ્યા પ્રમાણે, ESIC હવે જે પણ હોસ્પિટલો અંતર્ગત હેલ્થ સર્વિસ ઉપલબ્ધ કરાવશે, તેનું સંચાલન તે જાતે કરશે. એટલે કે હોસ્પિટલોની જવાબદારી રાજ્યોને સોંપવામાં આવશે નહીં. ESICએ આ નિર્ણય સ્વાસ્થ્ય સેવાઓની ક્વોલિટી જાળવી રાખવા માટે લીધો છે.



Download Our B K News Today App



Related News