ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો , પરંતુ કુલદીપ યાદવે તેના આ નિર્ણય પર પાણી ફેરવી દીધું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-07 14:24:20
  • Views : 87
  • Modified Date : 2024-03-07 14:24:20

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે. આ પહેલા રમાયેલી 4 ટેસ્ટમાં ભારતીય ટીમ 3-1થી આગળ છે. એટલે કે, આ સીરિઝ પર ભારતીય ટીમનો કબજો થઈ ચૂક્યો છે. આ ટેસ્ટમાં પણ ભારતીય ટીમની નજર ઈંગ્લેન્ડને કોઈ પણ સંજોગે હાર આપવાની રહેશે. જેની શરુઆત પહેલા દિવસથી થઈ ચૂકી છે.ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ તેના આ નિર્ણય પર કુલદીપ યાદવે પાણી ફેરવી દીધું છે, બેન ડકેટના રુપમાં ઈંગ્લેન્ડની પહેલી વિકેટ 64 રનના સ્કોર પર પડી હતી.કુલદીપ યાદવે ધર્મશાળા ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી ટેસ્ટ કરિયરમાં 50 વિકેટ પુરી કરી લીધી છે. આ દરમિયાન તેના નામે એક ખાસ રેકોર્ડ પણ નોંધાયો છે.કુલદીપ યાદવે છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછા બોલ ફેંકી 50 વિકેટ લેવા મામલે પહેલા નંબર પર આવી ગયો છે.ભારતીય બોલરની લિસ્ટમાં ટોપ પર પહોંચી ગયો છે. કુલદીપ યાદવે 1871 બોલમાં 50 વિકેટ પુરી કરી છે. તેનું અત્યારસુધીનું કરિયર શાનદાર રહ્યું છે.આ સ્ટોરી લખાય છે ત્યાં સુધી કુલદીપે 21 ઇનિંગ્સમાં 51 વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન ટેસ્ટ ઇનિંગ્સમાં 40 રનમાં 5 વિકેટ લેવી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. કુલદીપે ટેસ્ટમાં 4 વખત પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે.આ દરમિયાન કુલદીપ યાદવે 15 ઓવરમાં 72 રન આપી 5 વિકેટ લીધી છે, તેમણે એક મેડન ઓવર પર નાંખી હતી. કુલદીપ યાદવે બેન ડકેટ, ઓલી પોપ, જેક ક્રોલી, જોની બેયરસ્ટો અને કેપ્ટન બેન સ્ટોક્સને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો છે.

Download Our B K News Today App



Related News