ઈંગ્લેન્ડે સતત ત્રીજી T20માં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું: શ્રેણીમાં 3-0ની અજેય લીડ લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-16 17:58:15
  • Views : 214
  • Modified Date : 2024-11-16 17:58:15

ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં ટીમે 3 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે ટીમે 5 મેચની શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની આગામી મેચ 16 નવેમ્બરના રોજ ગ્રોસ આઇલેટ, સેન્ટ લુસિયામાં રમાશે.અહીં ઇંગ્લિશ ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટે 145 રન બનાવ્યા હતા. ઇંગ્લિશ બેટ્સમેનોએ 146 રનનો ટાર્ગેટ 19.2 ઓવરમાં 7 વિકેટે મેળવી લીધો હતો.ઈંગ્લેન્ડના સાકિબ મહમૂદને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 17 રનમાં 3 વિકેટ લીધી હતી.

Download Our B K News Today App



Related News