પટનામાં ઈમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું સ્પાઈસ જેટનું વિમાન, ફ્લાઈટ ઉડતાની સાથે જ એન્જીનમાં થયો ભડકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-19 13:16:13
  • Views : 308
  • Modified Date : 2022-06-19 13:16:13


પટનામાં ઈમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું સ્પાઈસ જેટનું વિમાન, ફ્લાઈટ ઉડતાની સાથે જ એન્જીનમાં થયો ભડકો


બિહારના પટનામાંથી એક મોટા સમાચાર હાલમાં આવી રહ્યા છે. જ્યાં એક એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવામાં આવ્યું હતું. દિલ્હી આવી રહેલા વિમાનને પટનાના બિહટા એરફઓર્સ સ્ટેશન પર લેન્ડ કરાવામાં આવ્યું હતું. આ વિમાનમાં કુલ 185 લોકો સવાર હતા. અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર, તમામ યાત્રીઓ સુરક્ષિત છે. 


રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ વિમાન પટનાના જયપ્રકાશ ઈંટરનેશનલ એરપોર્ટથી 12 વાગ્યેને 10 મીનિટે ઉડાન ભરી હતી. ટેક ઓફની થોડી મિનિટોમાં જ આ વિમાનના એક પંખામાં આગ લાગી ગઈ. આશ્ચર્યજનક વાત એ હતી કે, વિમાનના પંખામાં લાગેલી આગને નીચે રહેલા લોકોએ જોઈ હતી. લોકોએ જોયું કે, વિમાનના એક પંખામાં આગ લાગી હતી. લોકોએ આ વાતની જાણકારી તાત્કાલિક પટના પોલીસને આપી. ત્યાર બાદ આ ઘટનાની જાણકારી એરપોર્ટને આપવામા આવી. બાદમાં આ વિમાનને પાછુ બોલાવામાં આવ્યું અને ઈમરજન્સી લેન્ડીંગ કરાવામાં આવ્યું હતું. 


 


Download Our B K News Today App



Related News