૩૭૦ની નાબૂદી પાછળ સંઘનો જ હાથ છે ઇમરાનનો આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 12:17:43
  • Views : 423
  • Modified Date : 2019-08-12 12:17:43

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદ હચમચી ઉઠેલા અને પરેશાન થયેલા પાકિસ્તાને દુનિયાભરમાંથી સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કર્યા હોવા છતાં કોઇ રાહત નહીં મળતા હવે સંઘ ઉપર પણ પ્રહારો કર્યા છે. પાકિસ્તાનને દુનિયાના કોઇ દેશ હાલમાં ભાવ આપી રહ્યા નથી. હવે Âટ્‌વટ કરીને દુનિયાભરના દેશોને કાશ્મીરના મામલામાં દરમિયાનગીરી કરવાની ઇમરાને વાત કરી છે. રશિયા, અમેરિકા અને ચીન જેવા દેશો તરફથી કોઇ ભાવ ન મળ્યા બાદ ઇમરાન ખાને હવે સંઘ ઉપર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઇમરાન ખાને Âટ્‌વટ કરીને કહ્યું છે કે, સંઘની નાજી વિચારધારાના પરિણામ સ્વરુપે કાશ્મીરમાં કર્ફ્યુ જેવી Âસ્થતિ રહેલી છે. ઇમરાનની ટિપ્પણી બાદ ભાજપના નેતા રામમાધવે કહ્યું છે કે, આનાથી જાણી શકાય છે કે, દુનિયાભરમાં
આતંકવાદને ફેલાવનાર પાકિસ્તાન કેટલી હદ સુધી પરેશાન છે. દુનિયા પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદથી પરેશાન છે. ભારત તરફથી તેને કોઇ ખતરો નથી. અમે જીણાની બે રાષ્ટ્ર અને શેખ અબ્દુલ્લાની ત્રણ રાષ્ટ્રની થિયોરીને ફગાવી ચુક્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક અતિવાદને ખતમ કરવા માટે ઇમરાન ખાનને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ઇમરાન ખાને કહ્યું છે કે, કાશ્મીરની ડેમોગ્રાફીને બદલી કાઢવા માટે જાતિય હિંસાનો સહારો લેવામાં આવી રહ્યો છે. વૈશ્વિક સમુદાયને આ અંગે આગળ આવવા ઇમરાન ખાને કહ્યું હતું. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવા માટે સંઘને જવાબદાર ઠેરવીને ઇમરાને કહ્યું છે કે, સંઘની વિચારધારા હિન્દુ શ્રેષ્ઠતાની છે. નાજી આર્યન શ્રેષ્ઠતાની જેમ જ જમ્મુ કાશ્મીરમાં પણ આવી વ્યવસ્થા લાગૂ કરવાની તૈયારી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને અગાઉ સંસદમાં નિવેદન કરતા કહ્યું હતું કે, સંઘ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે કામ કરી રહ્યું છે.

Download Our B K News Today App



Related News