મેટ્રોમાં 7, શહેરોમાં 15 અને ગામડાંમાં 30 દિવસમાં વીજ-કનેક્શન આપવું પડશે, ગ્રાહકની ફરિયાદનો ઉકેલ નહીં આવે તો સજા વીજકંપનીને થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 12:20:51
  • Views : 329
  • Modified Date : 2020-12-22 12:23:47

કેન્દ્ર સરકારે વીજળી ક્ષેત્રમાં સુધારા માટે નવા નિયમોની જાહેરાત કરી છે. કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રી આર.કે.સિંહે સોમવારે ‘વીજળી(ગ્રાહક અધિકાર) નિયમ-2020’ની જાહેરાત કરી હતી. તેમાં વીજ વપરાશકારોના અધિકાર નક્કી કરાયા છે. નવા નિયમો હેઠળ અરજી કર્યા બાદ વીજળી કનેક્શન મેટ્રોમાં 7, અન્ય શહેરોમાં 15 અને ગામડાંમાં 30 દિવસના સમયગાળામાં કનેક્શન આપવું પડશે. વીજ વપરાશકારની ફરિયાદનો નિકાલ ન લવાતાં વીજળી કંપનીને દંડ ફટકારાશે. આર.કે.સિંહે કહ્યું કે નવા નિયમો હેઠળ વીજળી કનેક્શન આપવા, વીજળી બિલની ચુકવણીની સુવિધા અને વીજ સપ્લાય માટે ગ્રાહકોના ઊર્જા અધિકાર નક્કી કરાયા છે.

Download Our B K News Today App



Related News