ન જાતિ, ન ગઠબંધન, માત્ર મોદી મેજિક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 11:43:11
  • Views : 456
  • Modified Date : 2019-05-25 11:43:11

લોકસભા ચૂંટણીનાં પરિણામોએ આ વખતે ગઠબંધનના રાજકારણને ઊંડી ગર્તામાં ધકેલી દીધું છે. યુપી, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજ્યોમાં જ્યાં વિપક્ષી દળ ગઠબંધન કરીને ભાજપ વિરુદ્ઘ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તે તમામ સમીકરણો પરિણામોમાં પીએમ નરેન્દ્ર મોદીના જાદુ સામે ધરાશાયી થઈ ગયાં છે. ના ગઠબંધન ચાલ્યું કે ના જાતિના દાવ ચાલ્યા. બધા પર મોદી ભારે પડ્‌યા છે. એવાં ઘણાં કારણો છે જેને લઈને ભાજપના નેતૃત્વવાળા એનડીએએ ફરી એક વખત દેશમાં ભગવો લહેરાવી દીધો છે. આવો, એ કારણોનું વિશ્લેષણ કરીએ ઃમજબૂત નેતાની છબિપીએમ નરેન્દ્ર મોદીની મજબૂત નેતાની છબિએ આખા દેશમાં તેમને સર્વમાન્ય નેતા તરીકે રજૂ કર્યા, નોટબંધી, જીએસટી અને આતંકવાદ વિરુદ્ઘ તેમના કડક નિર્ણયથી દેશમાં તેમની છબિ એક મજબૂત નેતાની બની. વિપક્ષ મોદી સામે લાચાર દેખાવા લાગ્યો. પરિણામોમાં મોદીની મજબૂત છબિનું પણ બહુ મોટું યોગદાન રહ્યું છે.જાતિવાદ તૂટ્યો, કામ બોલ્યુંયુપી, બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં વિપક્ષી દળોનાં ગઠબંધનો નાદારીની હદે નિષ્ફળ રહ્યાં. જાતિના નામ પર ચલાવાયેલાં ગઠબંધનોને આ રાજ્યોમાં કશું ય મહ¥વ ન મળ્યું. જનતાએ કેન્દ્ર સરકારની યોજનાઓના પક્ષમાં જોરદાર વોટિંગ કર્યુ. આ બધાં રાજ્યોમાં જાતિનાં બંધનો તૂટી ગયાં.રાષ્ટ્રવાદનો નારોચૂંટણીઓમાં પીએમ મોદીએ રાષ્ટ્રવાદનો નારો આપ્યો હતો. લગભગ તમામ ચૂંટણી રેલીમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવ્યો. આતંકીઓ વિરુદ્ઘ તેમની સરકારનાં કડક પગલાંનો ઉલ્લેખ કર્યો. જનતામાં પીએમ મોદીની આ અપીલ કામ કરી ગઈ અને લોકસભા ચૂંટણીમાં ભાજપ ૨૦૧૪ના પ્રદર્શનથી પણ આગળ નીકળી ગઈ.બાલાકોટ એરસ્ટ્રાઇકની અસરપુલવામા આતંકી હુમલા બાદ વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાસુયેનાની એરસ્ટ્રાઇકે દેશમાં પીએમ મોદીની છબિ વધુ મજબૂત કરી દીધી. જે રીતે ભારતીય વાયુસેનાને સરકારે છૂટ આપી અને તે પાકિસ્તાનમાં ઘૂસીને જૈશના આતંકીઓના કેમ્પને નષ્ટ કરી દીધા તેનાથી દેશમાં પીએમ નરેન્દ્ર મોદીની આતંક વિરુદ્ઘ એક્શનની ખૂબ પ્રશંસા કરવામાં આવી. ચૂંટણીઓ દરમ્યાન પીએમ મોદીએ આ હુમલાને ખૂબ વટાવ્યો અને મજબૂત સરકાર દ્વારા વિપક્ષ પર નિશાનો સાધ્યો.બ્રાન્ડ મોદીલોકસભા ચૂંટણી ૨૦૧૯માં પીએમ નરેન્દ્ર મોદી પોતાની પાર્ટી અને ગઠબંધન માટે બ્રાન્ડ તરીકે ઉભર્યા. ન માત્ર બીજેપી માટે, પરંતુ એનડીએ માટે પણ પીએમ મોદીએ ફરી ફરીને મત માંગ્યા. એનડીએ ગઠબંધનમાં સામેલ તમામ ૩૬ પક્ષોએ પીએમના નામનો ખૂબ ઉપયોગ કર્યો. ત્યાં સુધી કે કેટલીય સીટો પર એનડીએ ઉમેદવારો વડાપ્રધાન મોદીના નામ પર વોટ માંગતા જોવા મળ્યા.જનહિત યોજનાઓનો ફાયદોકેન્દ્રીય યોજનાઓ આયુષ્માન ભારત, ઉજ્જવલા, કિસાન સન્માન નિધિ, સ્વચ્છ ભારત અંતર્ગત શૌચાલયોના નિર્માણ જેવી યોજનાઓને જમીની સ્તર પર ભાજપના પક્ષમાં મતદારોને એનડીએ તરફ વાળવામાં મોટી સફળતા મેળવી. આ યોજનાઓનું જમીની સ્તર પર કાર્યાન્વયન અને તેમાં ભ્રષ્ટાચાર ન થવો એ પણ એનડીએના પક્ષમાં ગયું. વડાપ્રધાન મોદીએ પણ પોતાના ચૂંટણી પ્રચારમાં કેન્દ્રની આ યોજનાઓનો ખૂબ ઉલ્લેખ કર્યો હતો. ચૂંટણી પરિણામમાં ભાજપને તેનો ખૂબ ફાયદો મળતો દેખાયો.દરેક રાજ્ય માટે અલગ સમીકરણભાજપે લોકસભા ચૂંટણીમાં દરેક રાજ્ય માટે અલગ-અલગ રણનીતિ બનાવી હતી. યુપી, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક ઉપરાંત ઓડિશામાં બીજેપી અલગ-અલગ રણનીતિ બનાવીને ઉતરી. બંગાળમાં બીજેપીની રણનીતિ બેહદ કારગત રહી અને રાજ્યમાં પાર્ટીએ મમતા બેનર્જીના કિલ્લામાં ગાબડાં પાડવામાં સફળતા મેળવી. તે ઉપરાંત યુપી અને બિહારમાં એનડીએએ ગઠબંધનને મોટા અંતરથી માત આપવામાંસફળરહી.મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધને ભારે જીત નોંધાવી.સહયોગીઓને મહ¥વ૨૦૧૪ની ચૂંટણીઓ બાદ આ ચૂંટણીમાં પણ ભાજપે પોતાના સહયોગીઓને પૂરતું મહ¥વ આપ્યું. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે જૂના મતભેદ ભુલાવીને પાર્ટી લોકસભા ચૂંટણીમાં તેની સાથે લડી. તે ઉપરાંત બિહારમાં જેડીયુને પોતાની જીતેલી સીટો પણ આપી દીધી. બિહાર અને મહારાષ્ટ્રમાં ભાજપને તેનો લાભ મળ્યો. તે ઉપરાંત ભાજપે પૂર્વ ર્ભરતમાં કેટલાય પક્ષો સાથે ગઠબંધન કરીને જીત સુનિશ્ચિત કરી.યુપી અને બંગાળની તૈયારી પહેલેથી શરૂ કરીઉત્તર પ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધનની ગુસપુસ શરૂ થતાં પહેલાં જ ભાજપે રાજ્યમાં ૫૦+ બેઠકો માટે કોશિશ શરૂ કરી દીધી. ભાજપને પહેલેથી જ અંદાજો હતો કે યુપીમાં સપા-બસપા ગઠબંધન શરૂ કરી શકે છે. પાર્ટીએ રાજ્યમાં કેન્દ્રની જનહિત યોજનાઓનો પૂરો પ્રચાર કર્યો અને એ કોશિશ કરી કે તેનો લાભ બધાને મળે. પાર્ટીની આ રણનીતિ કામ કરી ગઈ. પશ્ચિમ બંગાળ માટે બીજેપીએ ૨૦૧૭માં ઓડિશા બાદથી જ તૈયારી શરૂ કરી દેવાઈ હતી. પશ્ચિમ બંગાળમાં બીજેપીની તૈયારી કામ કરી ગઈ અને પાર્ટીએ મમતાના ગઢના કાંગરા ખેરવી દીધા.વિપક્ષવિકલ્પવિહીનપીએમ નરેન્દ્ર મોદી સામે વિપક્ષ સાવ વિકલ્પહીન રહ્યો. વિપક્ષ પાસે પીએમ મોદીની ટક્કરનો કોઈ નેતા ન હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદી સામે કમતર સાબિત થયા. તે ઉપરાંત વહેંચાયેલો વિપક્ષ મોદી સામે પડકાર જ ન બની શક્યો. વિપક્ષમાં આંતરિક ફાટફૂટ મોદી સામે પડકાર ઊભો ન કરી શક્યા.રાહુલની છબિ મોદી સામે કમજોરકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છબિ પીએમ મોદી સામે બેહદ કમજોર સાબિત થયા. લોકસભા ચૂંટણી શરૂ થયા બાદ જોકે કોંગ્રેસ રાહુલ ગાંધીને પીએમ મોદીની ટક્કરમાં ઊભા કરવાની કોશિશ કરી હતી, પરંતુ પીએમની ભાષણ શૈલી, લોકો સાથે જોડાઈ શકવાની આવડત સામે રાહુલ ગાંધી ક્યાંય ટકી શક્યા નહીં


Download Our B K News Today App



Related News