કન્નોજમાં બોલ્યા PM,'આ વખતની ચૂંટણી પ્રજા લડી રહી છે, જીતશે તો મોદી જ'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 13:56:29
  • Views : 529
  • Modified Date : 2019-04-27 13:56:29

લોકસભાની ચૂંટણીના ચોથ તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે 5.00 વાગ્યે શમી જશે. 71 બેઠક પર યોજાનારી ચોથા ચરણની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીએ ધૂંઆધાર રેલીઓ કરી હતી. આજે ઉત્તર પ્રદેશમાં પીએમ મોદી ત્રણ ચૂંટણી સભા સંબોધશે. કન્નોજમાં યોજાયેલી રેલીમામાં તેમણે એસપી અને બીએસપીના મહાગઠબંધનની વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું આ વખતે કોઈ દળ નહીં પરંતુ પ્રજા ચૂંટણી લડી રહી છે. ગમે તે થાય જીતશે તો મોદી જ.પીએમ મોદીએ રેલીમાં કહ્યું, “ પરમ દિવસે કાશીની પ્રજાએ તકવાદી મહામિલાવટીઓના હોંશ ઉડાડી દીધા હતા. આજે તમે એમના હાલ બેહાલ કરી નાંખ્યા છે, તમે અહીંયા વિજય ડંકો વગાડવા આવ્યા હોય એવું લાગી રહ્યું છે. હું જ્યારે એરપોર્ટ ઉતર્યો તો મેં સ્થાનિક નેતાઓને પૂંછ્યું કેવો માહોલ છે? એમણે કહ્યું ન તો અમે ચૂંટણી લડી રહ્યાં છે, ન તો ભાજપ ચૂંટણી લડી રહ્યો છે, આ ચૂંટણી તો ઉત્તર પ્રદેશની પ્રજા લડી રહી છે. ”પીએમ મોદીએ વધુમાં કહ્યું, “ આજે જેટલા લોકો પોતાની જાતને ભાવિ વડાપ્રધાન તરીકે ગણાવી રહ્યાં છે તેમણે દેશને મજબૂત કરવા જવાનોને તાકાતવર બનાવવા માટે કોઈ આયોજન બનાવ્યું છે કે નહીં ? જે લોકો મોદીને હરાવવા માટે પાકિસ્તાનના જુઠ્ઠાણાને સત્ય માનતા હોય, પાકિસ્તાનને હિરો બનાવવા માંગતા હોય તેમની પાસે શું અપેક્ષા રાખી શકાય. આ નવું હિંદુસ્તાન છે ડરવાનું નથી. નવું હિંદુસ્તાન ઘરમાં ઘૂસીને મારશે. દેશ સુરક્ષિત થશે ત્યારે જ સામાન્ય માણસનું જીવન યોગ્ય થશે. ”

Download Our B K News Today App



Related News