110 મહિલા ઉમેદવાર સામે અપરાધિક કેસ, 255 કરોડપતિ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-18 14:41:00
  • Views : 505
  • Modified Date : 2019-05-18 14:41:00

નેશનલ ઈલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસ (ADR) દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણી લડી રહેલી 716 મહિલા ઉમેદવારોમાંથી 15 ટકા મહિલા ઉમેદવારો સામે અપરાધીક કેસ નોંધાયેલા છે. સંસ્થા દ્વારા 724 મહિલા ઉમેદવારોમાંથી 716 ઉમેદવારના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવી હતી. 8 મહિલા ઉમેદવારનું સોગંદનામું સ્પષ્ટ ન હોવાથી તેનું વિશ્લેષણ થઈ શકી ન હતી.આ રિપોર્ટ મુજબ લોકસભા ચૂંટણી 2019 લડી રહેલી 716 મહિલા ઉમેદવારમાંથી 110 મહિલા (15 ટકા) ઉમેદવાર સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. જેમાંથી 78 મહિલા એ તેમની સામે ગંભીર અપરાધિક કેસ જેવા કે બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, મહિલા સામે અત્યાચાર જેવા કેસ નોંધાયા હોવાનું પોતાના સોગંદનામામાં સ્વીકાર કર્યો છે. 

Download Our B K News Today App



Related News