એકતા કપૂર લિન્કેડઈન પર બિલ ગેટ્સની બરાબરી પર પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 11:05:00
  • Views : 488
  • Modified Date : 2019-05-10 11:05:00

૧૨૪ ટીવી સીરિયલ્સ, ૩૯ ફિલ્મો અને ૨૫ વેબ શો બનાવી ચુકેલી કન્ટેટ ક્વીન એકતા કપૂર હવે વધુ એક નવું અનોખુ કામ કરશે.તે હવે નોકરિયાતોને સોશિયલ પ્લેટપોર્મ પરથી નોકરી તેમજ ધંધામાં સફળ થવાના નુસખા શીખવશે. આ કેટેગરીમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ નોકરિયાત હોય અથવા તો નોકરીની શોધમાં હોય તેવા લોકોને માર્ગદર્શન મળેએકતા કપૂર સોશિયલ મીડિયાના લિન્કેડઈન પર ઇન્ફ્લ્યુએંટર કેટગરીમાં સામેલ થઇ ગઇ છે. આ કેટગરીમાં બિલ ગેટ્સ, એરિયાના હફિંગટન જેવી હસ્તીઓ સામેલ છે. એકતા પણ આ સમ્માન મેળવીને ખુશ છે. તેણે આ બાબતે જણાવ્યું હતુ ંકે, '' લિન્કેડઈનપર ઇન્ફ્લુયએન્સર સમુદાયનો હિસ્સો બનવાથી મને વધુ શીખવાની તક મળશે. ઉપરાંત અન્ય જરૂરિયાત લોકોને માર્ગદર્શન કરવાનો મોકો મળશે. હું આ પ્રતિષ્ઠિત લોકોના સમુહનો હિસ્સો બનીને સમ્માનિત થયાની લાગમી અનુભવી રહી છું. આ મંચ પર પ્રતિભાશાળી વ્યવસાયિક અને બિઝનેસમેનો સાથે જોડાવા તત્પર છું.'ઉલ્લેખનીય છે કે, એકતાએ હિંદી મનોરંજન જગતમાં બહુ નાની વયે કારકિર્દીની શરૂઆત કરી હતી. તણે પિતા જીતેન્દ્રની વિરાસતને નવી ઊંચાઇઓ સુધી પહોંચાડયું છે. તે વખતની સીરિયલો 'ક્યોં કિ સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી, અને નાગિન ભારતીય મનોરંજન જગતમાં ગેમ ચેન્જર માનવામાં આવતી હતી. 


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118