વધુ એક જાણીતા અભિનેતા ભાજપમાં જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 11:41:43
  • Views : 529
  • Modified Date : 2019-05-12 11:41:43

ચૂંટણીની મોસમમાં વધુ એક સેલિબ્રિટી ભાજપમાં સામેલ થઇ છે. અભિનેતા અરૂણ બક્ષી છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.  થોડા દિવસો પહેલા અભિનેતા સની દેઓલ પણ ભાજપમાં જોડાયા હતા અને તેમને ગુરદાસપુરથી ટિકિટ ફાળવવામાં આવી છે.થોડા સમય પહેલા તેમણે સોશિયલ મીડિયા પર ગીત લોન્ચ કર્યું હતું. જેમાં તેમણે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસની આકરી ટિકા કરી હતી. આ ગીતના માધ્યમ દ્વારા તેણે મહાગઠબંધનના ટોચના નેતાઓ અને તેમના દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારને દેશની સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.જાબના લુધિયાણામાં જન્મેલા અરૂણ બક્ષીએ આર્ય કોલેજ, લુધિયાણાથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઉપરાંત પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ કામ કર્યું છે. અરૂણ બક્ષીએ 100થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને પ્લેબેક સિંગર તરીકે 298 ગીત પણ ગાયા છે. પંજાબી અને ભોજપુરી સિનેમામાં પણ તેમણે કામ કર્યું છે.  બીઆર ચોપડાની જાણીતી સીરિયલ મહાભારતમાં પણ તેમણે રોલ કર્યો છે.

Download Our B K News Today App



Related News