દુનિયાના રહેવાલાયક શહેરોમાં દિલ્હી 118માં અને મુંબઈ 119માં નંબરે, ઓસ્ટ્રેલિયાના 3 શહેર ટોપ-10માં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 17:49:44
  • Views : 538
  • Modified Date : 2019-09-04 17:49:44

દુનિયાના રહેવા લાયક શહેરોમાં મુંબઈ અને દિલ્હીની હાલત કફોડી છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજેન્સ યુનિટના ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સમાં આ વર્ષે દિલ્હી છઠ્ઠા નંબરેથી સીધું 118માં ક્રમે અને મુંબઈ 119માં ક્રમે આવી ગયું છે. દિલ્હીમાં એક વર્ષમાં ગુના અને હવાનું પ્રદુષણ વધી રહ્યું છે.

140 દેશોની આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના વિયનાનો પ્રથમ નંબર છે. ટોપ 10માં ઓસ્ટ્રેલિયા અને કેનેડાના 3-3 શહેર છે. ઓસ્ટ્રેલિયાનું મેલબર્ન બીજા નંબરે, સિડની ત્રીજા અને એડિલેડ દસમા નંબરે છે. કેનેડાના કૈલગરી, વૈંકૂવર અને ટોરન્ટે પાંચમાં , છઠ્ઠા અને સાતમા નંબરે છે. સૌથી ખરાબ હાલાત 10 શહેરોના છે જેમાં પાકિસ્તાનનું કરાચી પણ સામેલ છે.

5 વિસ્તારમાં અભ્યાસ બાદ લિસ્ટ તૈયાર કર્યું

EIUએ પાંચ વાતો સ્થાયિત્વ, સંસ્કૃતિ, પર્યાવરણ, સ્વાસ્થ્ય, મૂળભૂત સુવિધાઓ અને શિક્ષણને ધ્યાનમાં રાખી તેનો અભ્યાસ કરી આ યાદી તૈયાર કરી છે. દિલ્હીને હવાના પ્રદુષણ અને વધતી ગુનાખોરીના કારણે સૌથી છેલ્લે રાખવામાં આવ્યું છે, જ્યારે મુંબઈને સંસ્કૃતિ અને પર્યાવરણ વિસ્તારમાં નબળું આંકવામાં આવ્યું હતું.

ઘણા એશિયાઈ શહેરોમાં ઘણા ફેરફારો કરાયા રિપોર્ટ પ્રમાણે, ઘણા એશિયાઈ શહેરોમાં ગત વર્ષની તુલનામાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે. શ્રીલંકામાં આ જ વર્ષે એપ્રિલમાં થયેલા ઈસ્ટર બોમ્બ બ્લાસ્ટના કારણે કોલંબો પણ લિસ્ટમાં પટકાયું છે. લિસ્ટના છેલ્લા 10 શહેરોમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકા સૌથી નીચેથી ત્રીજા સ્થાને 138માં અને પાકિસ્તાનનું કરાચી 136માં નંબરે છે.રહેવાલાયક ટોપ-10 શહેર

ક્રમશહેરદેશ
1.વિયનાઓસ્ટ્રેલિયા
2.મેલબર્નઓસ્ટ્રેલિયા

3.

સિડની

ઓસ્ટ્રેલિયા

4.ઓસાકાજાપાન
5.કૈલગરીકેનેડા
6.બૈંકવૂરકેનેડા
7.

ટોરેન્ટો

કેનેડા
8.ટોકિયોજાપાન
9.કોપેનહેગનડેનમાર્ક
10.એડિલેડઓસ્ટ્રેલિયા

લિસ્ટના છેલ્લા 10 શહેર

નંબરશહેરદેશ
131કરાકસવેનેજુએલા
132અલ્જીર્યસઅલ્જીરીયા
133ડૌઆલાકૈમરુન
134હરારેઝિમ્બામ્વે
135પોર્ટ મોરેસ્બીપાપુઆ ન્યૂ ગિની
136કરાચીપાકિસ્તાન
137ત્રિપોલીલિબીયા
138ઢાકાબાંગ્લાદેશ
139લાગોસનાઈઝિરિયા
140દમિશ્કસીરિયા

Download Our B K News Today App



Related News